વડોદરા શહેર અને જિલ્લામાં અંદાજે પાંચ લાખથી વધુ લોકોએ મતદાન કરવા લીધા શપથ


- વિદ્યાર્થીઓએ પણ મતદાન માટે જાગૃતિ દર્શાવી

વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

વડોદરા શહેર અને જિલ્લામાં મતદાન અને મતદાર જાગૃતિ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ શ્રેણીઓના અંદાજે  પાંચ લાખથી વધુ લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા. એક અંદાજ અનુસાર શહેર અને જિલ્લાની શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં આશરે 3.૨૮ લાખ વિદ્યાર્થીઓ,શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ, વિવિધ ઉદ્યોગો અને મંડળોના અંદાજે ૧ લાખ કર્મચારીઓ, કામદારોએ,એમ.એસ.યુનિવર્સિટીમાં અંદાજે ૧૦ હજાર વિદ્યાર્થીઓ,પ્રાધ્યાપકો અને સ્ટાફે,ખાનગી યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અંદાજે ૫ હજાર, સરકારી તંત્રના અંદાજે ૩૦ હજાર તથા સહકારી મંડળીઓ અને અન્ય સંસ્થાઓમાં અંદાજે ૨૫ હજાર કર્મયોગી શપથ ગ્રહણમાં જોડાઈને જાગૃતિ બતાવી હતી.

City News

Sports

RECENT NEWS