For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

16મીએ ગાંધીનગરમાં શપથવિધી 20થી વધુ મંત્રીઓ શપથ લેશે

Updated: Sep 14th, 2021

Article Content Image

કોણ મંત્રી બનશે ને કોણ કપાશે ? ગુજરાતભરમાં એક જ ચર્ચાં

આજે રાત સુધીમાં મંત્રી તરીકે પસંદ થયેલા ધારાસભ્યોને ફોનથી જાણ કરાશે, ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ

અમદાવાદ : મુખ્યમંત્રી ની શપથવિિધ બાદ હવે નવા મંત્રી મંડળની રચના કરવા ની રાજકીય  કવાયત તેજ બની છે. કમલમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ ના ગાંધીનગર સિૃથત નિવાસૃથાને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. તા. 16 મીએ રાજભવનના પ્રાંગણમાં ફરી એકવાર શપથવિિધ યોજાશે જેમાં 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.

ભુપેન્દ્ર પટેલ ની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનો પત્તું કપાશે તે અંગેની રાજકીય અટકળો એ જોર પકડયું છે. સૂત્રોના મતે, પાંચથી છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે જ્યારે યુવા અને નવા ચહેરાઓને મંત્રી પદે તક આપવામાં આવશે .

આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ્ઞાાતિવાદી સમીકરણો આધારે મંત્રીમંડળ બનાવવા ભાજપે મન બનાવ્યું છે. નવા પ્રધાન મંડળમાં પાટીદારો ,ઓબીસી, આદિવાસી અને દલિત સહિત અન્ય સમાજને રાજકીય પ્રભુત્વ આપવા મથામણ ચાલી રહી છે.

દક્ષિણ ગુજરાત , સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને આ વખતે મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી તેવું લાગી રહ્યું છે. ભાજપ હાઇકમાન્ડે ભાજપના તમામ ધારાસભ્યોને આજે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવા આદેશ કર્યો છે .

એટલું જ નહીં, બુધવારે મોડી રાત્રે મંત્રી તરીકે થયેલા ધારાસભ્યો ને ફોન કરી જાણ કરવામાં આવશે. આજે સવારે પાટીલ  ના નિવાસૃથાને ધારાસભ્ય અરૂણસિંહ રાણા, મોહન ઘોડિયા, પિયુષ દેસાઈ પણ પહોંચ્યા હતા. નવા મંત્રી મંડળ ને લઈને ગાંધીનગરમાં હલચલ તેજ બની છે.

મોડી સાંજે સીએમ હાઉસ માં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવો તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જોકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ અને જામનગર માં પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે જેના પગલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થોડીકનિયત સમય  કરતાં  મોડી યોજાઇ હતી.

Gujarat