For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદની ઘણી સ્કૂલોએ માંગેલી ફી કરતા ઓછી ફી નક્કી

Updated: Nov 26th, 2021

Article Content Image

50થી વધુ સ્કૂલોના પ્રોવિઝનલ ફીના ઓર્ડર

ફી રેગ્યુલેશન કમિટીએ ઓછી ફી મંજૂર રાખતા સ્કૂલોએ ફી તફાવત પાછો આપવો પડશે 

અમદાવાદ : ખાનગી સ્કૂલો માટેના ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ફી રેગ્યુલેશન કમિટીઓ દ્વારા હાલ શૈક્ષણિક વર્ષ 2021-22ના વર્ષ માટે નવા ફી નિર્ધારણ માળખાની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં અમદાવાદ ઝોનમાં ફી કમિટી દ્વારા ફી મર્યાદા કરતા વધુ ફી માંગનારી 50થી વધુ સ્કૂલોના પ્રોવિઝનલ ફીના ઓર્ડર કરાયા છે.ઘણી સ્કૂલોએ મંગેલી ફી કરતા ઓછી ફી નક્કી થઈ છે.

અમદાવાદની ઘણી સ્કૂલો દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22ના વર્ષ માટે વધુ ફી માંગવામા આવી હતી.કોરોનાને લીધે ગત વર્ષે ફી નિર્ધારણની પ્રક્રિયા થઈ ન હતી અને સ્કૂલોની ફી વધી ન હતી ત્યારે આ વર્ષે મોટાભાગની સ્કૂલોએ સરેરાશ 30થી50 હજારની  ફી મર્યાદામાં ફી ફી માંગી છે.ઘણી સ્કૂલોએ માંગેલી અને દરખાસ્ત કરેલી ફી કરતા ફી નિર્ધારણ ફી કમિટી દ્વારા ઓછી ફી નક્કી થઈ છે.

જે કેસમાં સ્કૂલોએ દરખાસ્ત કરેલી ફી ચાલુ વર્ષ માટે પ્રથમ સત્રમાં વાલીઓ પાસેથી ઉઘરાવી લીધી હશે તે કેસમાં સ્કૂલે ફીનો તફાવત વાલીઓને પાછો આપવો પડશે અથવા આગામી ફીમાં સરભર કરી આપવી પડશે.જો કે હાલ ફી નિર્ધારણ કમિટી દ્વારા અમદાવાદ ઝોનની -અમદાવાદ શહેરની 50થી વધુ સ્કૂલોની ફી દરખાસ્તો સામે પ્રોવિઝનલ ફીના ઓર્ડર કરાયા છે અને ફી મર્યાદા કરતા ઓછી ફી ધરાવતી 800થી વધુ સ્કૂલોની એફિડેવિટ મંજૂર રાખતા ઓર્ડર કર્યા છે.

Gujarat