For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા: સયાજી બાગમાં જોખમી ખુલ્લા વાયરોથી પર્યટકો અને મોર્નિંગ વોકર્સના જીવ જોખમમાં

Updated: Aug 5th, 2022

Article Content Image

વડોદરા,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર

વડોદરા કોર્પોરેશન ની ફરી એકવારગંભીર બેદરકારી સામે આવી છે કોર્પોરેશનના સયાજી બાગમાં અનેક જગ્યાઓ પર સ્ટ્રીટ લાઈટ ના ડેસ્કબોર્ડ ખુલ્લા હોવાથી કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં પણ સયાજી બાગમાં સહેલાનીને કરંટ લાગવાથી મોત નિપજ્યું હોવાનો બનાવ બન્યો છતાં પણ હજુ પણ પાલિકા તંત્ર ખુલ્લા વાયરોટ તેમજ સ્ટ્રીટ લાઈટ ના પોલના જે ડેસ્કબોર્ડ છે તેનો સમારકામ કરવામાં આવતો નથી

વડોદરા શહેરમાં આવેલ સયાજી બાગમાં અનેક સહેલાણીઓ બીજા શહેરોથી આવતા હોય છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ગંભીર ભૂલના કારણે અનેક જે સહેલાની જે છે જીવના જોખમે સયાજી બાગમાં આનંદ માણી રહ્યા છે. સયાજી બાગમાં ગાર્ડનની ચારે બાજુ આવેલ સ્ટ્રીટ લાઈટ કે જેના વાયરો ગંભીર રીતે ખુલ્લા જોવા મળ્યા છે ત્યારે આ ખુલ્લા વાયરો ના કારણે પાંચેક વર્ષ પહેલાં ભોપાલથી આવેલ સહેલાણી ને કરંટ લાગવાથી સ્થળ પર મોત નિપજ્યું હતું તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે હજુ પણ પાલિકાની ગંભીર બેદરકારીના કારણે બાગ બગીચા ની અંદર અનેક જગ્યાઓ પર આવા ખુલ્લા વાયરો જોવા મળ્યા છે ત્યારે આવા ખુલ્લા વાયરોને સીધો સંપર્ક બાગની ચારેબાજુ આવેલી રેલિંગ ઉપર થતો હોય છે ત્યારે અચાનક કોઈક વ્યક્તિ અથવા બાળક દ્વારા રેલીંગના પડકવામાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે ત્યારે સહેલનીઓની માંગ છે કે લોકો દૂરથી પર્યટકો સયાજી બાગમાં જોવા માટે આવતા હોય છે ત્યારે આવા પ્રકારના પોલ ના વાયરો જે ખુલ્લા છે તે પાલિકા દ્વારા બંધ કરવામાં આવે.

સયાજી બાગમાં અનેક વડોદરા શહેરના તેમજ અનેક રાજ્યોમાંથી પણ સહેલાઈયો સયાજી બાગમાં આવતા હોય છે ત્યારે હાલમાં સયાજી બાગમાં આવેલ પ્રાણીસંગ્રહાલયનો પણ રીનોવેશન નું કામ ચાલુ છે જે મેન્ટેનન્સનું કામ છે તે પણ થઈ સયાજી બાગમાં થઈ રહ્યું છે ત્યારે સ્ટ્રીટ લાઈટ ના પોલ તેમજ ડેસબોર્ડ ના વાયરો ખુલ્લા છે તેવું જાણવા મળતા તેની જેમ બને તેમ વહેલી કામગીરી કરવામાં આવશે ભૂતકાળમાં બનેલ બનાવો. ફરી વડોદરા શહેરમાં ન બને તે માટે તાત્કાલિક પગલા પણ લેવામાં આવશે.

Gujarat