For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તેલમાં ભેળસેળ કરી વેચવુ ભારે પડયું ડુપ્લીકેટ તેલ વેચાતુ હોવાનું સાબિત થતા વેપારીને બે લાખનો દંડ કરાયો

૬૦ દિવસમાં દંડની રકમ ન ભરે તો લાયસન્સ જપ્ત કરવા અંગેનો પણ આદેશ

Updated: Sep 15th, 2021

Article Content Image

અમદાવાદ,મંગળવાર,14 સપ્ટેમ્બર,2021

અમદાવાદ શહેરમાં તેલમાં ભેળસેળ કરીને ડુપ્લીકેટ તેલનું વેચાણ કરવામાં આવતુ હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે સાત વર્ષ અગાઉ દિલ્હી ચકલાના તેલના વેપારીને ત્યાં રેડ કરી હતી.દરમ્યાન કપાસીયા તેલમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં ભેળસેળ કરાઈ હોવાનું સાબિત થતા  ફુડ સેફટી એપલેટ ટ્રીબ્યુનલ દ્વારા ડુપ્લીકેટ તેલનું વેચાણ કરનારા વેપારીને બે લાખ રુપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.ઉપરાંત જો ૬૦ દિવસમાં દંડની રકમ ભરપાઈ ના કરે તો લાયસન્સ જ્પ્ત કરવાનો પણ ઓર્ડર કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, દિલ્હી ચકલાના જોર્ડન રોડ વિસ્તારમાં સુરતી ઓઈલ ડેપોના નામે ભીખુભાઈ.હબીબભાઈ.પંજવાણી વિવિધ તેલનું વેચાણ કરતા હતા.૧ એપ્રિલ-૨૦૧૪ના રોજ પોલીસે આ ઓઈલ ડેપોમાં ડુપ્લીકેટ તેલનું વેચાણ થતુ હોવાની માહિતી મળતા રેડ કરી  હતી.દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઈન્સપેકટર દ્વારા કપાસીયા તેલના ૧૫ કીલોના ડબ્બામાંથી તેલનું સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યુ હતું. ફુડ સેફટી એકટ-૨૦૦૬ હેઠળ તેલમાં ભેળસેળ પુરવાર થતા એડજયુકેટીંગ ઓફિસરે ૨૧ માર્ચ-૨૦૧૭ના રોજ આ વેપારીને રુપિયા બે લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.આ હુકમ સામે વેપારી ટ્રીબ્યુનલ સમક્ષ અપીલમાં જતા મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી એડવોકેટ મનોજ ખંધારે કરેલી દલીલો બાદ ફુડ સેફટી ટ્રીબ્યુનલના પ્રિસાઈડીંગ ઓફિસર આર.એન.દવેએ વેપારીને ડુપ્લીકેટ તેલના વેચાણ મામલે અગાઉ કરવામાં આવેલા રુપિયા બે લાખના હુકમને યથાવત રાખ્યો હતો.

Gujarat