For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓઢવમાં ચાર ટન વધારે વજન પકડાતા જમા કરવાના બદલે વાહન લઇને ભાગી ગયા

સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેકટરને ધમકી આપી

૩ લાખ લઇને વાહન જવા દીધું હોવાનો વાહનના માલિકે આક્ષેપ કરી અધિકારીને ધમકાવ્યા

Updated: Nov 17th, 2021

Article Content Imageઅમદાવાદ,બુધવાર

 સ્ટેટ ટેક્ષ વિભાગના ઇન્સ્પેકટરની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા. આ સમયે ટ્રક ટેઇલરનું ચેકિંગ કર્યું હતું, જેમાં તેઓએ રજુ કરેલા દસ્તાવેજ કરતાં વજન ચાર ટન વધારે હતું જેથી વાહન જમા કરવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે ડ્રાઇવરે ટેકનીકલ ખામી હોવાની વાત કરીને વાહન રિંપેર થયા બાદ સરકારી પાકિંગમાં જમા કરવાની વાત કર્યા બાદ વાહન લઇને જતો રહ્યો હતો. આ અંગે ટ્રાન્સપોર્ટ માલિકે સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેકટરે રૃપિયા લઇને વાહન દેવાના આક્ષેપો કરીને ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે બે શખ્સો  સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તમે રૃા.૩ લાખ લઇને  વાહન જવા દીધું હોવાનો  વાહનના માલિકે આક્ષેપ કરી અધિકારીને  ધમકાવ્યા 

આ કેસની વિગત એવી છે કે  ન્યું રાણીપમાં ઇલાઇટ સ્માર્ટ હોમ્સ થિયેટર મીડિયા સેન્ટર પાસે રહેતા અને આશ્રમ રોડ ઉપર સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેટર તરીકે નોકરી કરતા ખુમાનસિંહ મહિપતસિંહ ઝાલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં બોધરામસિંગ લખનસિંગ તથા સુભાષ બીસ્નોઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૯ના રોજ તેઓ ઓઢવ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા આ સમયે શંકાસ્પદ ટ્રક ટ્રેઇલરે રોકીને તપાસ કરતાં તેમાં એસ એસના પાઇપો ભરેલા હતા જેના   જરુરી કાગળો માંગીને તપાસ કરતાં તેઓને દર્શાવેલા  વજન કરતાં ૪ ટન વજન વાધારે હોવાથી વાહન જમા લેવાની કામગીરી હાથ ધરી હતી.

 અને વાહનન રામોલ વિસ્તારમાં સરકારી પાર્કિંગમાં લઇ જવાની વાત કરી હતી આ સમયે વાહનમાં ટેકનીકલ ખામી હોવાથી વાહન ચાલું થતું  ન હતું જેને લઇને અધિકારીએ વાહન ચાલુ થયા બાદ જમા કરી દેવાની વાત કરી હતી જો કે થોડા સમય બાદ અધિકારીની ટીમ ેસ્થળ તપાસ કરતાં ડ્રાઇવર વાહન લઇને ભાગી ગયો હતો જેથી તઓ પોલીસની મદદથી વાહન ટ્રેસ કર્યુ હતુ. બીજી તરફ  અધિકારીએ ડ્રાઇવર તેમજ ટ્રાન્સપોર્ટના માલિકને ફોન કરતા માલિકે ટીમ રૃા. ૩ લાખ લઇને તમે વાહન જવા દીધું હોવાનો ખોટા આક્ષેપો કરીને જોઇ લેવાની ધમકી આપી હતી.


Gujarat