For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

MCA થયેલી પરિણીતાને દહેજ માટે સાસરિયાંનો ત્રાસ

ફાર્મ હાઉસ લેવા માટે પિતા પાસેથી પૈસા લઈ આવવા મારઝુડ કરતા હતા ઃ આનંદનગર પોલીસે ગુનો નોંધ્યોેે

Updated: Mar 31st, 2021


Article Content Imageઅમદાવાદ, બુધવાર

આનંદનગરમાં પિતાના ઘરે રહેતી અને એમસીએ સુધી અભ્યાસ કરનારી પરિણીતાને દહેજ માટે શારિરીક અને માનસિક ત્રાસ આપતા સાસરીયાઓ વિરૃધ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.   

આ બનાવની વિગત મુજબ આનંદનગરમાં બાજીનગર સોસાયટીમાં રહેતા વિરાજબહેનના લગ્ન ૨૦૧૭માં મિહીર નટવરલાલ ચોકસી(૩૫) સાથે થયા હતા. વિરાજબહેને એમસીએ સુધીનો અભ્યાસ કરેલો છે.લગ્ન બાદ તેઓ તેમની ખોખરામાં જસોદાનગર ચોકડી પારૃલ ટેનામેન્ટમાં રહેવા આવ્યા હતા. શરૃઆતમાં થોડા દિવસ તેમને સારી રીતે રાખ્યા હતા. બાદમાં સાસરીયા તુ તો ખાલી ખાવા જ આવી છે નોકરી કરતી નથી કહીને મ્હેણાંટોંણાં મારવા લાગ્યા હતા. તે સિવાય સાસુ તારે પિયરમાં જવાનું નહી કે વાત પણ નહી કરવાની તથા તારે તારા મા બાપ સાથે સંબંધ રાખવાનો નહી કહીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. 

દરમિયાન વિરાજબહેનને પથરીની બિમારી થતા સાસરીયાઓએ સારવાર પણ કરાવી ન હતી. બાદમાં તેમના પિતાએ દોઠ લાખ ખર્ચીને તેમની સારવાર કરાવી હતી. તે સિવાય સાસરીયાઓને પાર્મ હાઉસ લેવાનું હોવાથી પતિએ તુ તારા પિતા પાસેથી પૈસા માંગ કહેતા વિરાજબહેને ઈન્કાર કરતા શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝુડ કરી હતી.

સાસરીયાઓ તુ અમારા ઘરને લાયક નથી તને છોકરા થતા નથી કે કંઈ કમાતી નથી તું અમારા ઘરમાં આજેય નહી અને કાલે ય નથી જોઈતી તેમ કહીને પહેરેલે કપડે ધક્કા મારીને વિરાજબહેનને ઘરમાંથી કાઢી મુક્યા હતા. આથી તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ મિહીર ચોકસી, સાસુ મધુબહેન, જેઠ હિતેશ, જેઠાણી ફ્રેન્કી સામે ફરિયાદ નોંધાવી હતી.

Gujarat