For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં પ્રથમવાર 861 કેસ કુલ મરણાંક હવે બે હજારને પાર

- ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 36 વ્યક્તિને કોરોના સંક્રમણ

- છેલ્લા 24 કલાકમાં 15નાં મૃત્યુ : દૈનિક કેસ બાદ મૃત્યુઆંકમાં પણ સુરતે અમદાવાદને પાછળ મૂક્યું : 27 જિલ્લામાં હવે 100થી વધુ કેસ : 9528 એક્ટિવ કેસ

Updated: Jul 9th, 2020

Article Content Image

છેલ્લા 24 કલાકમાં ડાંગ-દેવભૂમિ દ્વારકા સિવાય તમામ જિલ્લામાં નવા કેસ

Article Content Image

અમદાવાદ, તા. 9 જુલાઇ, 2020, ગુરૂવાર

ગુજરાતમાં કોરોના વાયરસ ચિંતાજનક રીતે સતત નવી સપાટી વટાવી રહ્યો છે. હવે પ્રથમવાર દૈનિક કેસનો આંકડો 800ને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 861 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 39280 થઇ ગયો છે.

આમ, ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન પ્રતિ કલાકે સરેરાશ 36 વ્યક્તિ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી હતી. આ ઉપરાંત વધુ 15 સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક હવે 2 હજારને પાર થઇ ગયો છે. કોરોનાથી 2 હજારથી વધુના મૃત્યુ થયા હોય તેવું મહારાષ્ટ્ર-દિલ્હી-તામિલનાડુ બાદ ગુજરાત ચોથું રાજ્ય છે.

કોરોનાના કેસમાં અમદાવાદને પાછળ મૂકીને સુરત હવે નવું હોટસ્પોટ બની ગયું છે. સુરતમાં પ્રથમવાર દૈનિક કેસનો આંક 300ને પાર થતાં 307 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 212 જ્યારે સુરત ગ્રામ્યમાં 95 વ્યક્તિને કોરોના સંક્રમણ થયું છે. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 7 હજારને પાર થઇને 7038 થયો છે.

સુરતમાં જુલાઇના 9 દિવસમાં જ કોરોનાના 2209 કેસ નોંધાયેલા છે. આ ઉપરથી જ સુરતમાં પેદા થઇ ચૂકેલી ચિંતાજનક સિૃથતિનો તાગ મેળવી શકાય છે. અમદાવાદમાં વધુ 162 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 22580 થયો છે. આમ, સુરતની સરખામણીએ અમદાવાદમાં કેસનું પ્રમાણ ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા-ડાંગને બાદ કરતાં તમામ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા હતા. 

અમદાવાદ-સુરત બાદ જે જિલ્લામાં કોરોનાના વધુ દૈનિક કેસ નોંધાયા તેમાં 68 સાથે વડોદરા, 32 સાથે ગાંધીનગર, 28 સાથે વલસાડ, 23 સાથે ભાવનગર, 20 સાથે રાજકોટ, 19 સાથે જુનાગઢ-ભરૂચ, 17 સાથે મહેસાણા-ખેડા, 16 સાથે નવસારીનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લા જ એવા હતા જ્યાં સિંગલ ડિજિટમાં કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાતના 33માંથી 27 જિલ્લામાં હવે કોરોનાના 100થી વધુ કેસ છે.

એક્ટિવ કેસની સંખ્યા પ્રથમવાર 9528 થઇ છે. હાલ અમદાવાદમાં સૌથી વધુ 3572, સુરતમાં 2448, વડોદરામાં 761, રાજકોટમાં 334, ભાવનગરમાં 223, ગાંધીનગરમાં 185 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 30 જૂનના 7126 હતી. હાલમાં જે એક્ટિવ કેસ છે તેમાંથી 72 દર્દીઓ વેન્ટિલેટર પર છે.  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કરતાં સુરતમાં વધુ મૃત્યુ નોંધાયા છે.

સુરતમાંથી 6, અમદાવાદમાંથી 5, અરવલ્લી-પાટણ-બનાસકાંઠા-ભરૂચમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે 200ને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 429 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાંથી 139, સુરતમાંથી 124, વડોદરામાંથી 28 દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓનો આંક હવે 27742 થયો છે.

ગુજરાતમાં કયા મહિનામાં કેટલા કેસ- કેટલા મૃત્યુ ?

મહિનો

કેસ

મૃત્યુ

માર્ચ

74

06

એપ્રિલ

4321

208

મે

12399

824

જૂન

15849

810

9 જુલાઇ

6637

162

કુલ

39280

2010


ગુજરાતમાં કોરોનાથી ક્યારે કેટલાના મૃત્યુ ?

તારીખ

મૃત્યુ

05 માર્ચ

01

22 એપ્રિલ

100

11 મે

500

30 મે

1,000

6 જૂન

1,200

12 જૂન

1,400

19 જૂન

1,600

28 જૂન

1,800

9 જુલાઇ

2,000


ગુજરાતના હવે માત્ર 37.49% કેસ અમદાવાદમાં

'અનલોક' બાદ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. એક સમયે ગુજરાતમાં કુલ કેસના 70% માત્ર અમદાવાદમાં હતા. હવે 9 જુલાઇના આ પ્રમાણ ઘટીને 37.49% થયું છે. ગુજરાતના 25.69% કેસ હવે સુરતમાં, 3.51% કેસ રાજકોટમાં નોંધાયેલા છે.

Gujarat