મેં ઘર છોડકે જા રહા હું, અબ મેં સક્સેસ બાદ વાપીસ આઉઁગા

સ્કૂલ બેગમાંથી ચિઠ્ઠી મળતા પોલીસની શોધખોળ બાદ વિદ્યાર્થી અમદાવાદથી મળ્યો

વડોદરા, તા.22 આજવારોડ વિસ્તારમાં રહેતો ધોરણ-૧૨માં અભ્યાસ કરતો વિદ્યાર્થી માતા-પિતાને ઉદ્દેશી ચિઠ્ઠી લખીને ઘેરથી જતો રહેતા પિતાની ફરિયાદ બાદ પોલીસે શોધખોળ કરતા વિદ્યાર્થીનો પત્તો અમદાવાદથી મળ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે આજવારોડ વિસ્તારમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા કારીગરના બે પુત્રો પૈકી ધોરણ-૧૨માં અભ્યાસ કરતો પુત્ર તા.૨૧ના રોજ બપોરે સ્કૂલમાંથી આવ્યા બાદ ઘેર સ્કૂલ બેગ મૂકીને જતો રહ્યો હતો. તે ઘેર પરત નહી ફરતા માતા અને પિતાએ તેના મિત્રો તેમજ સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન  હતો બાદમાં સોસાયટીના સીસીટીવી કેમેરા ચકાસતા બપોરે તે સાયકલ લઇને જતો જણાયો હતો. ઘરમાં મૂકેલી સ્કૂલ બેગ તપાસતા એક ચોપડાના લીટીવાળા પેજમાં અંગ્રેજીમાં લખાણ મળ્યું હતું કે મેરે પ્યારે મમ્મી, પાપા મૈને અબ તક ગલતિયા કી હૈ ઇસકે લીયે સોરી, ઓર અબ સે મે કોઇ ગલતી નહી કરુંગા ઔર મેં મેરી મરજી સે ઘર છોડ કે જા રહા હું, ઇસમે મેરે ઉપર કીસીને દબાવ નહી ડાલા હૈ ઔર મે અબ કહી ભી જાઉં આપ લોગ મુજે ઢૂંઢને કી કોશિષ મત કરના મેં બહોત દૂર જા રહા હું, જબ મેં મેરી લાઇફ મેં સક્સેસ હો જાઉંગા તભી વાપીસ આઉંગા, મેરી આપશે યહી વિતંતી હે કી અબ મુજે ઢૂંઢને કી કોશિષ મત કરનાં.

ઉપરોક્ત ચિઠ્ઠી બાદ પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી હતી અને ગુમ થયેલો વિદ્યાર્થી અમદાવાદથી મળ્યો હતો. પુત્રનો પત્તો મળતાં જ માતા અને પિતામાં ખુશી વ્યાપી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.City News

Sports

RECENT NEWS