For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાણંદ શહેરના કોલડ રોડ પર વરસાદી પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી

Updated: Sep 14th, 2021

Article Content Image

- તંત્રને રજુઆત છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી

- સામાન્ય વરસાદમાં પણ બેટમાં ફેરવાઇ જતો વિસ્તાર સોસાયટીઓના રહીશોની પરેશાનીમાં વધારો થયો

સાણંદ : સાણંદ શહેરમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે કોલટ રોડ પર વધારે પાણી ભરાતા નાગરિરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે વેળાસર કામગીરી કરવામાં આવે તેવી માંગણી થઇ રહી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદમાં તાજેતરમાં ધોધમાર વરસાદ થયો હતો. જેને કારણે કોલટ રોડ પર અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા હતા. કોલટ રોડ પર વરસાદી પાણીના નિકાલના અભાવે વાહનચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સામાન્ય વરસાદમાં પણ કોલટ રોડ બેટમાં ફેરવાઇ જાય છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. પાણી ભરાવાને કારણે કોલટ રોડ પર આવેલી અનેક સોસાયટીઓના રહીશો પણ હેરાન પરેશાન થઇ જાય છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Gujarat