For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં ૩૫ ડિગ્રી તાપમાન, ગરમીમાં વધારો થતાં લોકો ત્રસ્ત

-લઘુતમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધ્યું

-ગુજરાતમાં આગામી ૩-૪ દિવસ દરમિયાન ૪ ડિગ્રી સુધી તાપમાન ગગડતાં ઠંડી વધશે

Updated: Nov 23rd, 2021

અમદાવાદ,મંગળવાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં સાધારણ ઘટાડો  અનુભવાઇ રહ્યો છે અને તેની સામે દિવસ દરમિયાન ઉનાળા જેવી ગરમીનો અનુભવાય છે. અમદાવાદમાં આજે દિવસનું તાપમાન ૩૫ ડિગ્રી થઇ જતાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થયો હતો.

અમદાવાદમાં ૩૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. બીજી તરફ સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધીને ૨૦.૭ ડિગ્રી નોંધાયું હતું. જોકે, અમદાવાદમાં હવે ગરમીમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થઇ શકે છે. આગામી ૩ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી થવાની સંભાવના છે.

ગત રાત્રિએ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સિવાય અન્યત્ર વડોદરામાં ૨૨.૨, ભાવનગરમાં ૨૩, ડીસામાં ૧૭.૬, રાજકોટમાં ૨૦.૭ અને સુરતમાં ૨૫.૫ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૩-૪ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે.

 

Gujarat