For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોના બેફામ : એક દિવસમાં સૌથી વધુ 1515 કેસ

- પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં

- છેલ્લા 10 દિવસમાં 12 હજારથી વધુ કેસ : કુલ કેસનો આંક ગુજરાતમાં બે લાખ, અમદાવાદમાં 50 હજારની નજીક

Updated: Nov 21st, 2020

Article Content Image

અમદાવાદ, તા. 21 નવેમ્બર, 2020, શનિવાર

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સિૃથતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.

આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3846 છે. છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે. 

કોરોનાના કેસને મામલે અમદાવાદ ફરી ગુજરાતમાં એપીસેન્ટર બની ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં રેકોર્ડ 354-ગ્રામ્યમાં 19 એમ કુલ 373 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 46968 થયો છે.

સુરતમાં પણ દિવાળીના તહેવારો બાદ કેસમાંં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 211-ગ્રામ્યમાં 51 એમ 262 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 41137 છે. વડોદરા શહેરમાં 125-ગ્રામ્યમાં 39 સાથે 164, રાજકોટ શહેરમાં 89-ગ્રામ્યમાં 48 સાથે 137 નવા કેસ સામે આવ્યા છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 89 સાથે ગાંધીનગર, 55 સાથે બનાસકાંઠા, 53 સાથે મહેસાણા, 51 સાથે પાટણ, 41 સાથે જામનગર, 30 સાથે કચ્છ, 24 સાથે અમરેલી, 23 સાથે પંચમહાલ, 20 સાથે જુનાગઢ-ખેડાનો સમાવેશ થાય છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 5, સુરતમાંથી 2 જ્યારે ગીર સોમનાથ-રાજકોટમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1960, સુરતમાં 877, રાજકોટમાં 171, ગીર સોમનાથમાં 24 છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 2% છે.

છેલ્લા 24 કલાકમાં 1271 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધુ 322 અમદાવાદ, 218 સુરત, 109 રાજકોટ, 98 વડોદરામાંથી છે. અત્યારસુધી કુલ 1,78, 786 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 91.26% છે. હાલ રાજ્યમાં 4,86,806 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 70388 ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે 71,71,445 છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના 12073 નવા કેસ નોંધાઇ ચૂક્યા છે. 

ગુજરાતમાં કોરોનાના સર્વોચ્ચ દૈનિક કેસ

તારીખ

કેસ

21 નવેમ્બર

1,515

19 સપ્ટેમ્બર

1,432

21 સપ્ટેમ્બર

1,430

20 નવેમ્બર

1,420

26 સપ્ટેમ્બર

1,417

27 સપ્ટેમ્બર

1,411

18 સપ્ટેમ્બર

1,410

24 સપ્ટેમ્બર

1,408

20 સપ્ટેમ્બર

1,407

28 સપ્ટેમ્બર

1,404


અમદાવાદ જિલ્લામાં કોરોનાના સર્વોચ્ચ દૈનિક કેસ

તારીખ

કેસ

21 નવેમ્બર

373

13 જૂન

344

14 જૂન

334

12 જૂન

327

20  નવેમ્બર

327

5 જૂન

324


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ

કેસ

1,515

મૃત્યુ

09

એક્ટિવ કેસ

13285

વેન્ટિલેટર પર દર્દી

95

દર્દીઓ સાજા થયા

1,271

ટેસ્ટ

70,388

ક્વોરેન્ટાઇન વ્યક્તિ

4,86,806

Gujarat