For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં ૧૨ને કોરોના, માત્ર ૩ જિલ્લામાં નવા કેસ નોંધાયા

-સળંગ ૧૦માં દિવસે એકપણ મૃત્યુ નહીં

-સુરતમાં સૌથી વધુ ૫૧,વડોદરામાં ૪૧, અમદાવાદમાં ૩૦ સહિત કુલ ૧૬૧ એક્ટિવ કેસ

Updated: Sep 13th, 2021

અમદાવાદ,સોમવાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ ૧૦માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૬-ગ્રામ્યમાંથી ૧ સાથે સૌથી વધુ ૭, વડોદરામાં ૪, જામનગરમાં ૧ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ૩ જ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હોય તેવું માર્ચ ૨૦૨૦ બાદ પ્રથમવાર બન્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૬૨૯ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬ દર્દી કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૮,૧૫,૩૮૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૬% છે. હાલમાં ૧૬૧ એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. સુરતમાં સૌથી વધુ ૫૧, વડોદરામાં ૪૧, અમદાવાદમાં ૩૦ એક્ટિવ કેસ છે.

 

Gujarat