For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકારી 'બાબુ' બનવું હોય તો સ્વર્ગ સમાન ગુજરાત પસંદ કરો

Updated: Nov 19th, 2021

Article Content Image

30 જેટલા IAS-IPS ઓફિસરો 500થી 5000 કરોડના આસામી હોવાની આઇટીના નિવૃત્ત ઓફિસરોની બેઠકમાં ચર્ચા

ગાંધીનગર : 'સરકારી બાબુ બનવું હોય તો સ્વર્ગ સમાન ગુજરાતને પસંદ કરો' તેવી ચર્ચા નવી દિલ્હીમાં ઇન્કમટેક્સના નિવૃત્ત અધિકારીઓ વચ્ચે થઇ રહી છે. આ ચર્ચા પ્રમાણે રાજ્યના 30 આઇએએસ અને આઇપીએસ ઓફિસરો એવાં છે કે જેમની સંપત્તિ 500 કરોડથી 5000 કરોડ સુધી પહોંચી ચૂકી છે.

નવી દિલ્હીમાં રાત્રી ભોજનની એક બેઠકમાં એકત્ર થયેલા નિવૃત્ત આઇટી ઓફિસરોની બેઠકમાં એક પૂર્વ ઓફિસરે એવું કહ્યું હતું કે સરકારી નોકરી કરવી હોય તો ગુજરાત કેડર પસંદ કરવી, કેમ કે ગુજરાતમાં નોકરી કરવી એ સ્વર્ગ સમાન છે. બીજા ઓફિસરે સ્વિકૃતિમાં એવું કહ્યું કે આ ઉચ્ચ અધિકારીઓ પૈકી કેટલાક તો વિદેશમાં પણ તેમની અપ્રમાણસર સંપત્તિનું રોકાણ કરી રહ્યાં છે.

બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે કેટલાક આઇએએસ ઓફિસરો અગ્રણી ઉદ્યોગજૂથો સાથે પણ સંકળાયેલા છે જે તેમને અનુચિત લાભ કરી આપે છે અને બદલામાં મલાઇ મેળવતા હોય છે. આવા કરપ્ટ ઓફિસરો વહીવટદારો પણ રાખતા હોય છે. રાજ્યમાં આઇપીએસ ઓફિસરો પણ રાજકીય નેતાઓ, બિલ્ડરો અને મળતિયાઓ સાથે મળીને ખેડૂતોની જમીનો પચાવી પાડવાનો કારસો પણ કરી રહ્યાં છે.

એક આઇપીએસ ઓફિસરે તો 22 કરોડ રૂપિયા એક બિલ્ડરને ત્રણ ટકા વ્યાજે આપ્યા છે અને વચેટિયાને પોણો ટકો આપે છે. આ ઓફિસરે ભાજપના નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો છે. કેટલાક ઓફિસરો તો કામના બદલામાં મલાઇ ઉપરાંત હવે તો ખંડણી પણ ઉઘરાવી રહ્યાં હોવાની ચર્ચા ચાલે છે.

સચિવાલયના એક વિભાગના ટોચના અધિકારીએ તેમના વિભાગના તાબામાં આવતા એક જાહેર સાહસમાં સહઓફિસરોને એવું કહ્યું હતું કે કોઇપણ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે અને જે ગોઠવણ થાય તેમાં મારો હિસ્સો 95 ટકા રહેશે અને બાકીના પાંચ ટકા તમારા વચ્ચે વહેંચવાના રહેશે.

Gujarat