For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1408 કેસ, 14ના મોત, 1510 સ્વસ્થ થયાં

Updated: Sep 24th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

ગુજરાતમાં કોરોનાના કેર યથાવત છે. રાજ્યમાં અનલોક પછી કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યાં છે. મહાનગરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર આ વાઈરસની ચપેટમાં આવી ગયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1408 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3384 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1510 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1408 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 176 અને જિલ્લામાં 102 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 156 અને જિલ્લામાં 27 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 91 અને જિલ્લામાં 42 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 102 અને જિલ્લામાં 45 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,265 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 109,211 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3384 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 84.69% છે.

આજે ગુજરાતમાં કુલ 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે કુલ 40,48,274 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,98,996 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,98,612 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તો 384 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

અમદાવાદ રેલવે મંડળની DRM ઓફિસમાં એક સાથે 20 રેલવે કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક સાથે આટલા કેસ આવવાથી ઓફિસ ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. DRMની ઓફિસમાં 300 જેટલા રેલકર્મીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

Gujarat