For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં આજે કોરોનાનો આંકડો 800 પાર, સુરતમાં સ્થિતિ ચિંતાજનક, મૃતકઆંક 2 હજારને પાર

Updated: Jul 9th, 2020

અમદાવાદ, તા. 09 જુલાઈ 2020, ગુરુવાર

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે અને ખાસ કરીને સુરતમાં સ્થિતિ બગડી રહી છે. આજે પણ રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો ચિંતાજનક રહ્યો અને સુરતમાં પણ આ આંકડો ચિંતા વધારે તેવો છે. આજે રાજ્યમાં દરરોજ નોંધાતા કેસનો આંકડો 800 પાર રહ્યો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોની આંકડાઓ જાહેક કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 861 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 15 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2010 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 39,280 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 429 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

કોરોનાના સંક્રમણ સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે નોંધાયેલા કુલ 861 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 212 અને જિલ્લામાં 95 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 153 અને જિલ્લામાં 9 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 43 અને જિલ્લામાં 25 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 18 અને જિલ્લામાં 2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 72 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 9456 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 27,742 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2010 થયો છે.

સુરતની સ્થિતિ

સુરતની સ્થિતિ અત્યાર સુધીની સ્થિતિ ભયંકર બની હોય તેમ સુરતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 308 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશન એરિયામાં 212 અને શહેરમાં 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 7582 કેસ થયાં છે.  કુલ 287 દર્દીઓના મોત થયાં છે. આ સિવાય આજના દિવસમાં 136 દર્દીઓ સ્વસ્થ થયાં છે. કુલ 4488 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

સુરતવાસીઓ આગામી બે-ત્રણ અઠવાડિયા જાળવજો: આરોગ્ય અગ્ર સચિવ

સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે ત્યારે આજે સુરતમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સુરતવાસીઓને આગામી બે-ત્રણ દિવસ જાળવવા અપીલ કરી હતી અને ભલે અનલોક હોય છતાં બિનજરૂરી બહાર નહી નિકળવા અપીલ કરી.  તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે સતત કામગીરી ચાલુ છે. તેમણે કહ્યું, શરદી, તાવ, કફ, ઉધરસ હોય તો ચેકઅપ કરાવો, ધનવંતરી રથનો પૂર્ણ લાભ લો.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ162
સુરત307
વડોદરા68
ગાંધીનગર32
ભાવનગર23
બનાસકાંઠા18
આણંદ11
રાજકોટ20
અરવલ્લી33
મહેસાણા17
પંચમહાલ3
બોટાદ6
ખેડા17
પાટણ5
જામનગર11
ભરૂચ19
સાબરકાંઠા11
ગીર સોમનાથ9
દાહોદ13
છોટા ઉદેપુર4
કચ્છ5
નર્મદા1
નવસારી16
જૂનાગઢ19
પોરબંદર1
સુરેન્દ્રનગર10
મોરબી4
તાપી8
અમરેલી8
કુલ861
Gujarat