નડિયાદના અંધજ ગામેથી ચાર જુગારીયાઓ ઝડપાયા
નડિયાદ: નડિયાદ તાલુકાના અંધજ સીમમાં ચામુંડા માતાના મંદિર પાસે ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી જુગારીયાઓએ દાવ પર મુકેલ રકમ રૂ.૪૩૦ તથા અંગજડતીની રકમ રૂ.૧૮૮૦ મળી કુલ રૂ.૨૩૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે એલસીબી ની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડા એલસીબીના અ.પો.કો. હિરેનકુમાર પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંધજ સીમમાં ચામુંડા માતાના મંદિર પાસે ખુલ્લામાં કેટલાક ઈસમો જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મંગળભાઈ ઉર્ફે મંગો ચતુરભાઈ ચાવડા (અંધજ), ઈસ્માઈલભાઈ ઉર્ફે વોરા ઇબ્રાહીમભાઇ બલોલ (રહે નડિયાદ) ગોપાલ ઇશ્વરભાઇ પટેલ (નડિયાદ), મનોજ જગદીશભાઈ મકવાણા (રહે, નડિયાદ) ને ઝડપી પાડયા હતા.
પોલીસ એ સ્થળ પરથી જુગારીયાઓએ દાવ પર મુકેલ રકમ રૂ.૪૩૦ તથા અંગજડતીની રકમ રૂ.૧૮૮૦ મળી કુલ રૂ.૨૩૧૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે પોલીસે ચારેય જુગારીયાઓની અટકાયત કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.