For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઝાડા-ઉલટી, ટાઇફોઇડના વધુ કેસ

પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદો

20 નવેમ્બર સુધીમાં ઝાડા-ઉલટીના 3367, ટાઈફોઈડના 1900 અને કમળાના 1218 કેસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ પણ વધ્યાં

Updated: Nov 23rd, 2021

Article Content Image

અમદાવાદ,મંગળવાર,23 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણી અંગેની વધતી જતી ફરિયાદોની વચ્ચે વર્ષ-૨૦૨૦માં ડિસેમ્બર અંત સુધીમાં પાણીજન્ય રોગના નોંધાયેલા કેસ કરતા પણ વધુ આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં નોંધાવા પામ્યા છે.૨૦ નવેમ્બર સુધીમાં શહેરમાં ઝાડા-ઉલ્ટીના ૩૩૯૭ કેસ નોંધાયા છે.ઉપરાંત ટાઈફોઈડના ૧૯૦૦ કેસ,કમળાના ૧૨૧૮ તથા કોલેરાના ૬૪કેસ નોંધાવા પામ્યા છે.નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના ૨૭૩ તથા ચીકનગુનીયાના ૧૯૧ કેસ નોંધાવા પામ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,વર્ષ-૨૦૨૦માં જાન્યુઆરીથી ડિસેમ્બર અંત સુધીમાં ઝાડા ઉલ્ટીના ૨૦૭૨ કેસ નોંધાયા હતા.જેની તુલનામાં આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૩૩૯૭ કેસ નોંધાયા છે.ટાઈફોઈડના ગત વર્ષે કુલ ૧૩૩૮ કેસ નોંધાયા હતા.જેની સરખામણીમાં આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૧૯૦૦ કેસ નોંધાયા છે.કોલેરાનો ગત વર્ષે એક પણ કેસ નોંધાયો નહોતો.આ વર્ષે કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે.કમળાના ગત વર્ષે ૬૬૪ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૧૨૧૮ કેસ નોંધાયા છે.આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસીડેન્શીયલ ટેસ્ટ માટે અત્યાર સુધીમાં કુલ ૭૬૬૫૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી ૨૦૨ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે ૮૩૯૮ સેમ્પલ લેવાયા હતા.જે પૈકી ૧૬૧ સેમ્પલ અનફીટ જાહેર થયા છે.મચ્છર જન્ય રોગના કેસમાં  આ મહિનામાં ૨૦ નવેમ્બર સુધીમાં મેલેરીયાના ૭૦ કેસ નોંધાયા છે.ઝેરી મેલેરીયાના ૧૨ કેસ જયારે  ડેન્ગ્યુના ૨૭૩ અને ચીકનગુનીયાના ૧૯૧ કેસ નોંધાવા પામ્યા છે.

ડેન્ગ્યુના ગત વર્ષે ૪૩૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૨૮૦૯ કેસ નોંધાયા છે.જયારે ગત વર્ષે ચીકનગુનીયાના ૯૨૩ કેસ વર્ષ અંત સુધીમાં નોંધાયા હતા.જેની તુલનામાં આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૧૪૯૮ કેસ નોંધાવા પામ્યા છે.

મ્યુનિ.હોસ્પિટલોમાં વેન્ટિલેટર લગાવાયા

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એલ.જી.હોસ્પિટલમાં પંચાવન, એસ.વી.પી.હોસ્પિટલમાં ૧૩૨, વી.એસ.હોસ્પિટલ ખાતે ૪૦ તથા શારદાબેન હોસ્પિટલ ખાતે ૧૭ જેટલા વેન્ટિલેટર લગાવવામાં આવ્યા છે.ઉપરાંત એલ.જી.હોસ્પિટલમાં દસમા માળે આઈસીયુ વીથ વેન્ટિલેટર સુવિધા સાથેનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

Gujarat