For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લૉકડાઉનનો અંંત, આજથી ગુજરાત 'અનલૉક'

- ગુજરાતના કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં કોઇ રાહત નહીં

- આજથી બજારો ખુલ્લાં, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત, વેપારીઓના ચહેરા પર આનંદ

Updated: Jun 1st, 2020

Article Content Image

બજારોમાં લોકોની ચહલપહલ જોવા મળશે

બે મહિનાના અંતે સચિવાલય ધમધમશે, સરકારી ઓફિસો-બેંકો શરુ થશે, એસટી-સિટી બસો દોડશે

અમદાવાદ,31 મે 2020 રવિવાર

કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારે લોકડાઉનનો અંત આણીને છુટછાટ જાહેર કરી છે જેના પગલે સોમવારથી ગુજરાતમાં ફરી એકવાર જનજીવન વેગવંતુ બનશે.છેલ્લાં બે મહિનાથી બંધ પડેલાં બજારોમાં લોકોની ચહલપહલ જોવા મળશે.સચિવાલયથી માંડીને સરકારી કચેરી-બેંકોમાં કામકાજ શ: થઇ જશે.એટલું જ નહીં, રાજ્ય સરકારે લીલીઝંડી આપતાં ગુજરાતની લાઇફલાઇન ગણાતી એસટી અને સીટી બસ સેવા પણ શ: થઇ જશે જેના કારણે રાજ્યમાં વાહન વ્યવહાર ધમધમતો થઇ જશે.આમ,લોકડાઉન પાર્ટ -5ના અંતે આવતીકાલ સોમવારથી ગુજરાતમાં રાબેતા મુજબ જનજીવન ધબકતું થઇ જશે. રાજ્ય સરકારની છુટછાટને પગલે વેપારી-વ્યવસાયકારોએ હાશકારો અનુભવ્યો છે.જોકે,અમદાવાદ, સુરત,વડોદરા સહિતના શહેરોમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સરકારે કોઇ રાહત આપી નથી.

કોરોનાની મહામારીએ  ભારત જ નહીં,સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.ગુજરાતમાં પણ કોરોનાનુ સંકટ ઘેરાયુ છે ત્યારે બે મહિનાના લોકડાઉનના અંતે રાજ્ય સરકારે સવારના 8થી સાંજના 7 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવા લીલીઝંડી આપી દીધી છે.અમદાવાદમાં અત્યાર સુધી તો બપોર સુધી દુકાનો ખોલવા મંજૂરી અપાઇ હતી. સરકારે રાહત આપતાં હવે આવતીકાલ સોમવારથી બજારોમાં લોકોની ચહલપહલ જોવા મળશે.ખાસ કરીને રોજનુ કમાઇને રોજનુ ખાનારાંઓને રાહત થઇ છે. વેપારી-છુટક ધંધાદારી અને વ્યવસાયકારોના ચહેરા પર પણ આનંદ છવાયો છે.

મર્યાદિત મુસાફરો સાથે એસટી બસો ક્ન્ટેન્ટમેન્ટ વિસ્તારને છોડીને રાજ્યભરમાં દોડશે.60 ટકા મુસાફરો સાથે એસટી બસો અવરજવર કરશે.આ જ પ્રમાણે,અમદાવાદ શહેરમાં પણ બીઆરટીએસ- એએમટીએસ બસો પણ શ: થશે.બે મહિના બાદ શહેરના રસ્તા પર વાહન વ્યવહાર ધમધમશે.આ ઉપરાંત ટુ વ્હિલર પર પણ બે વ્યક્તિ અને ફોર વ્હિલરમાં ત્રણ જણાંને છુટ અપાઇ છે જયારે રિક્ષામાં મુસાફરોને છુટ અપાઇ છે.લોકડાઉનમાં સૂના પડેલાં રસ્તાઓ પર વાહનવ્યવહાર રાબેતા મુજબ થશે.

સચિવાલયમાં પણ સોમવારથી ધમધમતું થશે.લોકડાઉનના અંતે મંત્રીઓ સ્વર્ણિમ સંકુલમાં આવીને કામકાજ કરશે.જોકે,કોરોનાને પગલે મંત્રીઓના ચેમ્બરથી માંડીને સ્ટાફ માટેની આખીય બેઠક વ્યવસ્થા બદલાઇ છે.સેનેટાઇઝર્સ ફરજિયાત કરાયુ છે. સાથે સાથે સોશિયલ ડિસટન્સનુ પાલન કરવાનો આદેશ કરાયો છે. રાજ્યની સરકારી ઓફિસો અને બેકોમાં કામકાજ શ: થશે.દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે. માસ્ક નહી પહેરો તો. 200 દંડ ફટકારવામાં આવશે.જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દિવસે છુટછાટ આપવામાં આવી છે પણ આખાય રાજ્યમાં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ જારી રહેશે.

આમ,આવતીકાલ થી ગુજરાતમાં ફરી જનજીવન રાબેતા મુજબ થશે.

Gujarat