FOLLOW US

ફિરોજપુરમાં બેટરીના અજવાળે જુગાર રમતા આઠ ઝડપાયા

Updated: Mar 17th, 2023


જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં વધતી જુગારની બદી વચ્ચે

ડભોડા પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને ૨૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં જુગારની બદી વધી રહી છે ત્યારે ડભોડા પંથકમાં ફિરોજપુર ગામની સીમમાં બેટરીના અજવાળે જુગાર રમી રહેલા આઠ જુગારીઓને ડભોડા પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૨૭ હજાર ઉપરાંતની રોકડ કબ્જે લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમ્યાન જુગાર વધુ રમાતો હોય છે પરંતુ ઘણા સમયથી ગ્રામ્યવિસ્તારમાં જુગારની બદી વધી રહી છે આ સ્થિતિ વચ્ચે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ફિરોજપુર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો બેટરીના અજવાળે જુગાર રમી રહ્યા છે. જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડીને જુગાર રમતા ફિરોજપુર ગામના રાકેશ બાબુભાઇ જાદવ, પ્રહલાદજી બાબુજી જાદવ, ખોડાજી મોહનજી જાદવ, વીનુજી બેમાજી ઠાકોર, રણજીતજી ભલાજી ઠાકોર, ફુલાજી દસરથજી ચૌહાણ, સુકાજી મફાજી જાદવ અને કણભાના કલ્પેશ ભપતજી રાઠોડને જુગાર રમતા ઝડપી લીધા હતા.જેમની પાસેથી ૨૭ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Gujarat
News
News
News
Magazines