For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે રામનગરની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

Updated: Jan 24th, 2023


વ્યાજના વિષચક્રએ વધુ એકનો ભોગ લીધો

ભજીયાની લારી ચલાવતા યુવકે માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું ઃ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરાયો

કલોલ :  કલોલમાં ભજીયાની લારી ચલાવતા યુવકે વ્યાજ ખોરો ના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી વ્યાજખોર  વધુ વ્યાજની માંગણી કરી યુવકને હેરાન પરેશાન કરી મુકતા આ યુવકે વ્યાજ ખોરો ના ભય અને ત્રાસના કારણે કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી જે બાબતે તેના ભત્રીજા દ્વારા પોલીસ મથકમાં આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલમાં રહેતા વિનોદજી કાનાજી ઠાકોર કે જેવો ગાયોના ટેકરા પાસે ભજીયાની લારી ચલાવે છે તેઓએ ધંધામાં દેવું થતા કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને આ લોકો રોજબરોજ પૈસાની માંગણી કરી આ યુવકને હેરાન પરેશાન કરતા હતા તેમજ ધાક ધમકીઓ આપતા હતા લારી ચલાવતા યુવકને તારી લારી બંધ કરાવી દઈશું ગેસનો બાટલો ઉપાડી જઈશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા આ યુવકે રામનગરની કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી અને તેના ખિસ્સામાંથી વ્યાજખોરોના નામ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી મરણ જનાર યુવકે આત્મહત્યા કરતા પહેલા તેના હાથે જ ચિઠ્ઠી લખી હતી જેમાં આ વ્યાજ ખોરો ના નામ અને તેમને આપવાની રકમ લખી હતી અને મારા પરિવારને હેરાન પરેશાન કરશો નહીં તેમ લખ્યું હતું સુસાઇડ નોટ ના આધારે મરણ જનારના ભત્રીજાએ આઠ વ્યાજ ખોરો  સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં બાબુભાઈ તથા અનિલ બચુભાઈ બારોટ અને આશિષ બારોટ તથા અનિલ ઉર્ફે ટોલો દિલીપભાઈ વાઘરી તથા પંકજભાઈ ચંદુભાઈ પટેલ અને આનંદ વિરમભાઈ દેસાઈ તથા જયેશ મણીલાલ ઠાકોર અને અશોકભાઈ મથુરભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી જે બાબતે પોલીસે ગુનો દાખલ કરીને અનિલ ઉર્ફે ટોલો દિલીપભાઈ વાઘરી તથા પંકજભાઈ ચંદુભાઈ પટેલ અને અશોક મથુરભાઈ મકવાણા ની ધરપકડ કરી હતી અને આ ગુનામાં ફરાર થઈ ગયેલા એવા પાંચ લોકોની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Gujarat