For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ રોજના ૫૦થી વધુ નવા કેસં

-વાયરલ ફિવરના કેસમાં પણ વધારો

-સિવિલ હોસ્પિટલમાં ૩ મહિનામાં જ ડેન્ગ્યુ-ચિકનગુનિયાના ૨૫૦૦થી વધુ કેસ

Updated: Nov 23rd, 2021

અમદાવાદ,મંગળવાર

ગુજરાતમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગચાળાના કેસ ઘટવાનું જાણે નામ જ લઇ રહ્યા નથી. અમદાવાદની અસારવા તેમજ સોલા ખાતેની સિવિલ હોસ્પિટલમાં નવેમ્બરમાં રોજના ૨૫થી વધુ કેસ મચ્છરજન્ય રોગના હોય છે.

સપ્ટેમ્બરથી ૧૫ નવેમ્બર  નવેમ્બર દરમિયાન સિવિલ હોસ્પિટલ-અસારવામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળો, ટાઇફોઇડ, મલેરિયા સહિતના રોગચાળાના ૧૮૨૯ જ્યારે સિવિલ હોસ્પિટલ-સોલામાં ડેન્ગ્યુ-મલેરિયા-ચિકનગુનિયાના કુલ ૭૦૯ નવા કેસ નોંધાયા છે.  કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ કેસો સામે આવી રહ્યા હતા. રાજ્યમાં છેલ્લા સવા બે મહિનામાં ડેન્ગ્યુના ૬૮૦ કેસો સામે આવ્યા હતા.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સવા ૨ મહિનામાં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક  કેસો નોંધાયા હતા. છેલ્લા સવા ૨ મહિનામાં ડેન્ગ્યુના ૬૮૦ કેસો સામે આવ્યા છે. સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના ૨૯૬ કેસો હતા.જેનો રાફડો ફાટતા ઓક્ટોબર માસમાં ૩૨૭ જેટલા કેસો નોંધાયા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં દરરોજની ૧૦૦ ઓપાડીમાંથી ૩૦ ડેન્ગ્યુ-ચિકન ગુનિયા-વાયરલ ફિવર અંગેની હોય છે.

 

રોગચાળાની સ્થિતિ    

સિવિલ હોસ્પિટલ, અસારવા    

રોગચાળો       સપ્ટેમ્બર      ઓક્ટોબર      નવેમ્બર

ડેન્ગ્યુ            ૨૯૬          ૩૨૭          ૧૪૫

કમળો           ૨૧૨          ૨૧૭          ૧૦૭

કોલેરા           ૦૨            ૦૦            ૦૦

મલેરિયા        ૪૬             ૨૬            ૧૭

ઝેરી મલેરિયા  ૧૨             ૧૦            ૦૯

ચિકનગુનિયા   ૧૦૮         ૧૬૮           ૧૨૪

ટાઇફોઇડ       ૦૩            ૦૦            ૦૦

સિવિલ હોસ્પિટલ, સોલા

રોગચાળો       સપ્ટેમ્બર       ઓક્ટોબર      નવેમ્બર

ડેન્ગ્યુ              ૨૫૬         ૧૭૯           ૩૧

મલેરિયા        ૪૬              ૨૩            ૦૮

ચિકનગુનિયા   ૮૧              ૬૪             ૨૧

(* ૧૫ નવેમ્બર સુધીના આંકડા.)

Gujarat