For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં 3 મહિલા સહિત 10 વ્યક્તિના કોરોનાથી મોત

- ભાજપના મહામંત્રી 1 માજી કોર્પોરેટર અને હાલના 1 કોર્પોરેટર સહિત કોર્પોરેશનના 4 અધિકારી પણ કોરોના ગ્રસ્ત

Updated: Sep 15th, 2020

વડોદરા, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

વડોદરા શહેરમાં કોરોના મહામારીની અસર દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે તેની સાથે- સાથે રાજ્ય સરકાર કોર્પોરેશન અને સરકાર સંચાલિત કંપનીઓમાં પણ કોરોનાના કારણે અધિકારીઓ રાજકીય પક્ષના આગેવાનો કોર્ટમાં આવી રહ્યા છે. ત્યારે આજે 3 મહિલા સહિત કુલ 10 વ્યક્તિના મરણ થયાનું બહાર આવ્યું છે.

આજ રોજ GSFCમા 3 પોઝિટિવ કેસ જણાયા અત્યાર સુધીમાં 138 કોરોના પોઝિટિવ દર્દી જણાઇ આવ્યા હતા.

1) લૉજિસટીક ડીપાર્ટમેન્ટમા ફરજ બજાવતા અને છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય

2) એનાલિસ્ટ વિભાગમા ફરજ બજાવતા 30 વર્ષિય ફર્ટિલાઈઝર નગરમા રહેતા

3) લેબ વિભાગમા ફરજ બજાવતા કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.

ગઈકાલે રાતથી આજે બપોર સુધીમાં 3 મહિલા સહિત 10 વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે વડોદરા ભાજપના મહામંત્રી તથા માજી કોર્પોરેટર અને હાલના વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ ઉપરાંત ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ડાયરેક્ટર 1 કાર્યપાલક ઇજનેર સહિત 4 અધિકારી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેમની ઓફિસોમાં સેનેટાઈઝરની કામગીરી કરવામાં આવી હતી.



Gujarat