For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કસ્ટમ વિભાગે વંદિત પટેલે મંગાવેલા 180થી વધુ પાર્સલ જપ્ત કર્યાનો ખુલાસો

Updated: Nov 26th, 2021

Article Content Image

બોપલ ડ્રગ્સ મામલે તપાસમાં કસ્ટમ વિભાગ સક્રિય થયો

છેલ્લાં બે વર્ષમાં વંદિત પટેલે કેલિફોર્નિયાથી એક હજારથી વધારે  પાર્સલ મંગાવ્યાનું ખૂલ્યું : અમદાવાદ ગ્રામ્ય પોલીસે એફબીઆઇની પણ મદદ લેશે

અમદાવાદ : અમદાવાદ શહેરના અત્યાર સુધીના સૌથી મોટા બોપલ ડ્રગ્સ કાંડમાં અમદાવાદ ગ્રામ્યની તપાસ અમેરિકા સુધી પહોંચી છે. કુરિયર કંપની એફએક્સ દ્વારા મોકલવામાં આવેલા પાર્સલો અને કસ્ટમ વિભાગમાં હાલ જપ્ત કરાયેલા પાર્સલો અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

જેમાં  વંદિતે બે વર્ષના સમયગાળામાં અમેરિકાના કેલિફોર્નિયામાંથી  એક હજારથી વધારે પાર્સલ મંગાવ્યા હતા. જેમાંથી 800થી વધારે પાર્સલ તેણે છોડાવીને કરોડો રૂપિયાની કિંમતનુંં ડ્રગ્સ બજારમાં ફરતુ કર્યું હતું. 

તો કસ્ટમ પાસે માત્ર વંદિત પટેલના 180 જેટલા શંકાસ્પદ પાર્સલ જપ્ત થયા છે. જેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ તમામ પાર્સલનો કબ્જો મેળવવા માટે  કસ્ટમ વિભાગનો સંપર્ક કર્યો છે. સાથેસાથે ગુજરાતમાં ડ્રગ્સને મોકલનાર અમેરિકાના ડ્રગ્સ ડીલર સુધી પહોંચવા એફબીઆઇનો સંપર્ક કરવાનું નક્કી કર્યુ ંછે.

બોપલ ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક પછી એક ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેમાં  કસ્ટમ વિભાગમાં તપાસ કરતા વંદિત પટેલે મંગાવેલા 180થી વધારે શંકાસ્પદ પાર્સલ   હાલ કસ્ટમ વિભાગની કસ્ટડીમાં છે.   જે પાર્લસનો કબ્જો મેળવવા માટે અમદાવાદ જિલ્લા  પોલીસ વડાએ કસ્ટમ વિભાગને પત્ર લખ્યો છે. 

આ જપ્ત કરાયેલા પાર્સલમાં કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.    તો કસ્ટમ વિભાગે પણ વંદિત મામલે તપાસ શરૂ કરી છે. જેમાં કસ્ટમ વિભાગના અિધકારીઓએ  અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરીને વંદિત પટેલની  પુછપરછ કરવા માટે પરવાનગી માંગી  છે. તો બીજી તરફ  ડ્રગ્સના પાર્સલ ભારતમાં મોકલનાર ફેડએક્સ કુરિયર કંપની પાસેથી પોલીસને ખુબ મહત્વની વિગતો મળી છે.

જેમાં બે વર્ષના સમયગાળામાં જ અમેરિકાના કેલિફોર્નિયાથી વંદિત  પટેલે અલગ અલગ સરનામા પર એક હજારથી વધારે પાર્સલ ભારતમાં મંગાવ્યા હતા.  જેમાંથી 800થી વધારે પાર્સલની ડીલેવરી વંદિતે લઇ લીધી હતી અને કરોડોનું ડ્રગ્સ અમદાવાદ સહિત ગુજરાતના મોટા મોટા શહેરોમાં ફરતું કરી દીધું હતું. જેની અંદાજિત કિંમત દશ કરોડથી વધારે આંકવામાં આવી રહી છે.

આ પાર્સલ ગુજરાતના વડોદરા, રાજકોટ, જામનગર તેમજ મુંબઇ , ચેન્નઇ અને ઉદેપુર તેમજ જયપુરમાં મંગાવવામાં આવ્યા હતા. આ સાથે અમેરિકાના કેલિફોર્નિયાથી ડ્ગ્સ ડીલર દ્વારા  વંદિતને  ડ્રગ્સ  પુરૂ પાડવામાં આવ્યું હોવાનો ખુલાસો થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર દેશ વ્યાપી ડ્રગ્સ નેટવર્ક ફેલાયેલું હોવાની આશંકાને પગલે  અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇની મદદ  લેવાનું નક્કી કર્યું છે.

જેથી ગૃહ વિભાગના માધ્યમથી  અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા એફબીઆઇને પત્ર લખીને તમામ બાબતોથી અવગત કરવામાં આવશે. તેમજ  ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ડ્રગ્સ પુરૂ પાડનાર અમેરિકાના ડ્રગ્સ ડીલરની વિગતો મેળવવા માટે માંગણી કરાશે. આમ, હવે આગામી તપાસમાં અમેરિકાથી ભારત દેશમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો મોટો પર્દાફાશ થવાની શક્યતા છે.

Gujarat