For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દરિયામાં બોટોનું લોકેશન જાણવા મત્સ્યોદ્યોગ વિભાગે સોફ્ટવેર બનાવ્યું

Updated: Nov 26th, 2021


દરિયાઇ સીમા પાર કરી જતાં માછીમારોને એલર્ટ કરાશે   

માછીમારોને ડીઝલની સબસિડી માટે સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે, હવે સબસિડી સીધી બેકમાં જ જમા થશે  

અમદાવાદ : માછલી પકડવાની લ્હાયમાં દરિયાઇ સીમા પાર કરી જતાં ગુજરાતના માછીમારોને પાકિસ્તાન મરીન પકડી લે છે.  પાકિસ્તાન જેલોમાં માછીમારોને યાતનાસભર દિવસો ગુજારવા પડે છે. 

માછીમારોની સુરક્ષાને લઇને રાજ્ય સરકાર સક્રિય બની છે. હવે ગાંધીનગરમાં બેઠા બેઠાં માછીમારી માટે દરિયામાં જતી બોટોનું લોકેશન જાણી શકાશે. મત્સ્યોદ્યોગ વિભાગે આ માટે ખાસ સોફ્ટવેર બનાવ્યુ છે. 

ગુજરાતના 1600 કિમી લાંબા દરિયકાંઠામાં માછીમારી માટે હજારો બોટો કાર્યરત છે.અગાઉ બોટમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી હતી પણ આ સિસ્ટમ સાથે છેડછાડ કરી માછીમારો પાકિસ્તાનની દરિયાઇ સિમા સુધી પહોંચી જાય છે.

માછલી પકડવાની લ્હાયમાં ગુજરાતના માછીમારો છેક પાકિસ્તાન દરિયાઇ સીમાએ જાય છે પરિણામે પાકિસ્તાન મરીન માછીમારોને પકડી લે છે. આ ઉપરાંત અત્યારે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવા પ્રયાસો કરી રહ્યા છે.

આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે હવે માછીમારોની સુરક્ષાને લઇને ખાસ સોફ્ટવેર બનાવ્યુ છે. આ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર બેઠા બેઠા દરિયામાં કયા રજીસ્ટ્રેશન નંબરની બોટ કયાં છે તેનુ લોકેશન જાણી શકાશે. આ ઉપરાંત દરિયાઇ સીમા પાસે માછીમારી કરતાં માછીમારોને એલર્ટ પણ કરાશે. 

રાજ્યના મતસ્યઉદ્યોગ મંત્રી જીતુ ચૌધરીએ માછીમારોને પડતી મુશ્કેલીઓનો હલ કરવા પ્રયાસ કર્યો છે જેના ભાગરૂપે અત્યારે માછીમારોને ડિઝલની સબસિડી મેળવવા સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. હવે ડિઝલની સબસિડી સીધી જ માછીમારોના બેકના ખાતામાં જમા થઇ જશે.

એટલું જ નહીં, જરૂરી દસ્તાવેજો રજૂ કરતાં માત્ર એક જ દિવસમાં સબસિડી મળી જશે. માછીમારો માટે આ લાભદાયી યોજનાનું ટૂંક જ સમયમાં લોન્ચિંગ કરવામાં આવશે. આમ, માછીમારોને લાભ થાય તે માટે રાજ્ય મત્સ્યદ્યોગ વિભાગે બોટ રજીસ્ટ્રેશન ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે નાની જેટી ઉભી કરવા પણ આયોજન કર્યુ છે.

Gujarat