Get The App

કોરોનાનો નવો વેરિયન્ટ દસ ગણો ચેપી, ચેતવાની જરૂર છે, ડરવાની નહીં

Updated: Apr 9th, 2022

GS TEAM

Google News
Google News
કોરોનાનો નવો વેરિયન્ટ દસ ગણો ચેપી, ચેતવાની જરૂર છે, ડરવાની નહીં 1 - image


- ઓમિક્રોનનો XE વેરિયન્ટ : શૂળીનો ઘા સોયથી ટળ્યો

- ડાયાબિટીસ, હાયપર ટેન્શન કે હૃદયરોગની બીમારીથી પીડાતા લોકોએ આ વેરિયન્ટથી ચેતવાની જરૂર ઃ તજજ્ઞો

અમદાવાદ : એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં વડોદરા ખાતે આવેલા મહારાષ્ટ્રના ૬૬ વર્ષીય વૃદ્ધની તબિયત બગડતાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. આજે ગુજરાત બાયોટેક રીસર્ચ સેન્ટરે  પ્રમાણિત કર્યું છે કે એ વ્યક્તિને કોરોના પોઝિટિવ હતો. એ વેરિયન્ટ ઓમિક્રોન XE હતો. ભારત સરકારને આ સેમ્પલ ફરીથી એક વખત રીચેકિંગ માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત સરકારે કબૂલ્યું છે કે આ વેરિયન્ટ XE જ છે. આ સંજોગોમાં સમગ્ર ભારતમાં સૌથી પહેલો XE વેરિયન્ટનો સત્તાવાર કેસ ગુજરાતમાં નોંધાયો છે.  આ અગાઉ મુંબઈમાં શંકાસ્પદ XE વેરિયન્ટને કેન્દ્રની લેબોરેટરીએ નેગેટિવ લેખાવ્યો હતો. 

તજજ્ઞાો કહે છે કે જિનોમ સિક્વન્સિંગમાં મળી આવેલો આ XE  વેરિયન્ટ ઓમિક્રોન કરતાં દસગણો વધુ ચેપી છે, પરંતુ ઘાતક નથી. ટૂંકમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન આવેલાં ઓમિક્રોનની માફક અત્યારે ગુજરાતના તમામ નાગરિકોએ આ વેરિયન્ટથી ચેતવાની જરુર છે, ડરવાની જરૂર નથી. કોમ્યુનિકેબલ ડિસીઝ એક્સપર્ટ કહે છે કે કોરોનાની પહેલી લહેરમાં ડેલ્ટા અને ત્યાર બાદ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ગુજરાતમાં અને  સમગ્ર દેશમાં જોવામાં આવ્યો હતો. તબીબોની ભાષામાં કહીએ તો BA1 અને BA2  આ બંને વેરિયન્ટ ભારતમાં અને દુનિયામાં સૌથી વધુ જોવા મળ્યા હતાં.

મૃત્યુદરની સંખ્યા વધુ જોવા મળી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટે દેખા દિધી હતી. જેનું સંક્રમણ પહેલી બે લહેર કરતાં અત્યંત ઓછું હતું અને માત્ર ગળામાં ખરાશ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળતાં હતાં. તજજ્ઞાો હવે ક્હે છે કે આ સંજોગોમાં કોરોનાનો નવો વેરિયન્ટ જો ગુજરાતમાં વ્યાપક બને તો તેનો ચેપ વધુ ફેલાશે પરંતુ કોરોનાની પહેલી અને બીજી લહેર માફક આ સ્ટ્રેઇન ઘાતક નીવડે એવી શક્યતા તદ્દન ઓછી છે. પરંતુ સાથોસાથ તજજ્ઞાો કહે છે કે હોસ્પિટલાઇઝેશન ઓછું હશે પરંતુ ડાયાબીટીસ, હાયપર ટેન્શન કે હૃદય રોગની બીમારીથી પીડાતા લોકોએ આ નવા વેરિયન્ટથી ચેતવાની જરુર છે, માટે માસ્ક પહેરવાની કાળજી સહુએ લેવી જરૂરી છે.

જો કોઈ વ્યક્તિને કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમણ થાય તો એક અઠવાડિયું આઇસોલેશનમાં રહેવું જરુરી છે. એમ કહી આ તજજ્ઞાો ઉમેરે છે કે ગુજરાતમાં કુદરતી રીતે મોટા ભાગની વસ્તીએ રોગ પ્રતિકારક શક્તિ મેળવી લીધી છે જ્યારે મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધાં છે. જ્યારે ફ્રન્ટ લાઇન વર્કર્સે બૂસ્ટર ડોઝ પણ લીધો છે. એ સંજોગોમાં તાજેતરમાં થયેલો સીરો સર્વે સુચવે છે કે ગુજરાતના લોકોમાં એન્ટી બોડી અને ટી સેલ સેલ્યુલર ઇમ્યુનિટી પણ ખાસી વધારે માત્રામાં જોવા મળી છે. એ દૃષ્ટિએ ખાસ ચિંતાજનક માહોલ જણાતો નથી છતાં પણ અણી ચૂક્યો સો વર્ષ જીવે એ કહેવત યાદ રાખવાની જરુર છે. સદનસીબે કોરોનાના નવા વેરિયન્ટથી શૂળીનો ઘા સોયથી સર્યો એમ કહી શકાય.

Tags :