For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોલેજના કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીને ગેસ્ટ તરીકે બોલાવાતા હોબાળોઃકાર્યક્રમ રદ

વાર્ષિક મહોત્સવમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવાયા હતા ઃ વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કરતા કાર્યક્રમ રદ કરવો પડયો

Updated: Feb 10th, 2019

Article Content Imageઅમદાવાદ,રવિવાર

શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે આર્ટસ કોલેજ દ્વારા આવતીકાલે સોમવારે એન્યુઅલ ફંકશનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આમંત્રીત કરવામા આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.જેને પગલે કોલેજ મેનેજમેન્ટ કાર્યક્રમ રદ કરવો પડયો છે.

ગુજરાત યુનિવર્સટી સંલગ્ન ગ્રાન્ટેડ એચ.કે.આર્ટસ કોલેજમાં ૧૧મી ફેબુ્રઆરીના રોજ સવારે ે કોલેજનો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં આવેલા હોલમાં રાખવામા આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે વડગામના ધારાસભ્ય અને કોલેજના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જિગ્નેશન મેવાણીને બોલાવવામા આવ્યા હતા.જેને લઈને વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો  હતો અને ગઈકાલે કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો.ઉપરાંત વિદ્યાર્થીઓએ ટ્સ્ટી મંડળ અને આચાર્યને ઉગ્ર રજૂઆત રજૂઆત કરી  ચીમકી પણ આપી હતી કે   જો કાર્યક્રમ  થશે તો ધમાલ થશે અને કાર્યક્રમ સફળ નહી થવા દઈએ .

જેને પગલે  કોલેજના ટ્રસ્ટે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્તમાન રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખતા ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો કાર્યક્રમ રદ કરવાની મોડી સાંજે જાહેરાત કરી હતી.આમ વિદ્યાર્થીઓના વિરોધ અને રાજકીય વિવાદને પગલે એચ.કે.આર્ટસ કોલેજમાં આવતીકાલનો એન્યુઅલ ફંકશનનો કાર્યક્રમ રદ કરવામા આવ્યો છે તેમજ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ માટે કોલેજનો હૉલ પણ ફાળવવા ઈન્કાર કરી દેવામા આવ્યો છે.અને હવે ક્યારે ફરીથી યોજાશે તે પણ નક્કી નથી.

Gujarat