વડોદરામાં અછોડા તોડ ઝળક્યો: શાકભાજી ખરીદવા ગયેલી મહિલાનો અછોડો તૂટ્યો

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

વડોદરા શહેરમાં ફરી એક વખત ચેઇન સ્નેચરોએ માથું ઊંચક્યું છે. શહેરના વાઘોડિયા રોડ ઉપર પગપાળા જતી વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડી કાર સવાર અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ રામદેવ નગરમાં રહેતા 67 વર્ષીય હીરાબેન ગોવિંદભાઈ પરમાર ગુરુવારે રાત્રે શાકભાજી ખરીદવા માટે પગપાળા ગ્લોબલ શાળા નજીક ગયા હતા. જ્યાંથી પરત ફરતા શ્રીજી ઓરા એપાર્ટમેન્ટ પાસે અચાનક કાર આવી ઊભી રહી હતી. કાર સવાર એક શખ્સે  હીરાબેને  ગળામાં પહેરેલી એક તોલાની સોનાની ચેન પાછળથી તોડી કારમાં બેસી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે પાણીગેટ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજ ચકાસણી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ,અત્યાર સુધી ચેઇન સ્નેચિંગ ની ઘટનાઓ ને બાઈક સવાર તસ્કરો અંજામ આપતા હતા. હવે તસ્કરો આ પ્રકારના ગુના આચારવામાં કારનો પણ ઉપયોગ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

City News

Sports

RECENT NEWS