For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ટીલના ઉત્પાદકો-વેપારીઓ પર CGST કચેરીના દરોડા

ગાંધીનગર સીજીએસટી કચેરીનું ઓપરેશન

અમદાવાદ કસ્ટમ્સ હાઉસમાં ટ્રક પકડીના ખડી કરી દેવામાં આવી

Updated: Sep 26th, 2022

Article Content Image

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,સોમવાર

સ્ટીલના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા ગાંધીનગર સીજીએસટી કચેરીના કાર્યક્ષેત્રમાં આવેલા ઉત્પાદકો અને વેપારીઓ પર સીજીએસટીના અધિાકરીઓએ ગત અઠવાડિયાથી દરોડા ચાલુ કર્યા છે.

ગાંધીનગર, કડી અને હિમ્મતનગરના વિસ્તારોમાં સાતેક કંપનીઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે.  બિલ વિના જ માલની હેરફેર કરતી હોવાનું મનાતી ટ્રક જપ્ત કરી લેવામાં આવી છે. અત્યારે એક ટ્રકને કસ્ટમ્સ હાઉસની ઇમારતમાં ખડી કરી દેવામાં આવી છે.

નવી ટ્રક લાવવામાં આવી તે પૂર્વે લાવવામાં આવેલી સ્ટીલના સળિયાની અન્ય એક ટ્રકને છોડી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર સીજીએસટીના અધિકારીઓનું કહેવું છે કે જીએસટીની ચોરી કરતી કંપનીઓ, ટ્રકના માલિકો અને અધિકારીઓ વચ્ચેની બાબત કોન્ફિડેન્શિયલ છે. તે કોઈને આપી શકાય નહિ. 

Gujarat