For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હત્યા ઉપરાંત લૂંટ અને ઘરફોડીના ગુનાના મુખ્ય સુત્રધારની ધરપકડ

સોલામાં બાઈકચાલકની ચાકૂ મારીને હત્યા કરી હતી ઃ ઘરફોડીના ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો

વ્સત્રાપુરમાં ત્રણ સ્ટેબીંગમાં એકનું મોત નીપજ્યુ હતું

Updated: Sep 15th, 2021


Article Content Imageઅમદાવાદ, બુધવાર

અમદાવાદમાં ૨૦૨૦માં ચકચારી સિરીયલ સ્ટેબીંગના બનાવો દરમિયાન સોલામાં બાઈક ચાલકની હત્યા ઉપરાંત ઘરફોડીના ગુનાના મુખ્ય સુત્રધારની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે. પોલીસે ઘરફોડીના ૧૦ ગુનાનો ભેદ ઉકેલીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ફેબુ્રઆરી ૨૦૨૦માં સોલા, ઘાટલોડીયા અને ચાંદખેડામાં રાહદારીઓને લુૂટના ઈરાદે સ્ટેબીંગ કરવાના બનાવોને પગલે ચકચાર મચી હતી. તે સમયે સોલામાં એસ.પી.રીંગ રોડ ઓગણજ સર્કલ પાસે રાત્રે ત્રણ અજાણ્યા શખ્સોએ કિરીટભાઈ પરમારની ચાકૂના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જેમાં સોલા પોલીસે મેમનગરમાં રહેતા રાજા મુન્નાભાઈ કેવટ નામના શખ્સ વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.

બીજીતરફ ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા આરોપી જુલાઈ ૨૦૨૧૮માં વસ્ત્રાપુર વિસ્તારમાં ત્રણ રાહદારીઓ પર અલગ અલગ જગ્યાએ સ્ટેબીંગ કરવાના ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. તેને બાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. તે સમયે આરોપી સગીર વયનો હોવાથી તેને મહેસાણા ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જોકે અન્ય આઠ છોકરાઓ સાથે ૩ ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ ફરાર થઈ ગયો હતો.

જેમાં પોલીસે હેબતપુર રેલ્વે ફાટકના છાપરામાં રહેતા મુળ બિહારના રાજા કેવટની ધરપકડ કરી હતી. ધરપકડના ડરથી તેણે તેનું નામ રાજુ ઉર્ફે અક્ષય નાગરાજ મલા રાખ્યું હતું. તેની સામે સોલા, ઘાટલોડીયા, ચાંદકેડા, રાજસ્થાન, વાડજ, નવરંગપુરા, રાણીપ, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનોમાં ઘરફોડીના ગુના નોંધાયેલા છે.

Gujarat