For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં હારવા છંતાય, અલ્પેશ કથીરીયાએ ડી.જેના તાલે આભાર રેલી યોજતા સોશિયલ મિડીયામાં ટ્રોલ થયા

હવે આપના માત્ર પાંચ ધારાસભ્યો જ વિધાનસભામાં જશે

હાર બાદ પણ ફુલહાર કરીને રેલી કાઢીને તાકાત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરતા તેને લોકોએ મનોમંથન કરવા સલાહ આપી

Updated: Dec 8th, 2022

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી, અલ્પેશ કથિરીયા,ધાર્મિક માલવિયા અને ગોપાલ ઇટાલિયાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર થતા આમ આદમી પાર્ટીની ધારણા ખોટી પડી હતી. ત્યારે સુરતમાં હાર બાદ અલ્પેશ કથિરીયાએ આભાર યાત્રા નામે ડી.જે ના તાલે રેલી કાઢી હતી. જેેના કારણે અલ્પેશ કથીરીયા સોશિયસ મિડીયામાં ટ્રોલ થયો હતો. હાર બાદ પણ ફુલહાર કરીને રેલી કાઢીને તાકાત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરતા તેને લોકોએ હવે  મનોમંથન કરવા માટે સલાહ આપી હતી. તો આપના જ કેટલાંક કાર્યકરોએ આભાર યાત્રામાં શાતિપૂર્વક ચાલીને આવનારી ચૂંટણીને લઇને સક્રિય થવા માટે કહ્યું હતું. તો કેટલાંક લોકોએ  રાજકારણ છોડીને  સમાજ સેવા કરવા કહ્યું હતું...ઉલ્લેખનીય છે કે સુરતમાં અરવિંદ કેજરીવાલે ઇશુદાન ગઢવી, અલ્પેશ કથિરીયા અને ગોપાલ ઇટાલીયાની જંગી બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કરતી લેખિત ખાતરી આપી હતી. પંરતુ, ત્રણેય જણા હારી જતા હવે માત્ર પાંચ ધારાસભ્યો જ વિધાનસભામાં જશે.





Gujarat