For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

LIVE: અમદાવાદમાં કેજરીવાલની AAPને ‘નો એન્ટ્રી ’ અને ઓવૈસીની AIMIMની ‘એન્ટ્રી’ 7 બેઠક કબ્જે કરી

Updated: Feb 23rd, 2021


Article Content Imageઅમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર

Live Update

- અમદાવાદમાં ઓવૈસીનો પતંગ ચગ્યો: કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી જમાલપુરમાં પેનલ અને મકતમપુરામાં 3 બેઠક કબજે કરી

- કોંગ્રેસ પરંપરાગત સરસપુર વોર્ડ ગુમાવી

- અમદાવાદના ખાડિયામાં બીજેપીએ પેનલ જીતી

- ખાડિયાના મતદારોએ યુવાઓ પર વિશ્વાસ દાખવ્યો

- ખાડિયામાં જુના જોગીના રથને યુવાનોએ વેગ આપ્યો

- અમદાવાદમાં કહી ખુશી કહી ગમઃ દરિયાપુરમાં ભાજપની પેનલ હારી, જોધપુરમાં જીતી

- અમદાવાદ પશ્ચિમના જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ જીતી

- કોંગ્રેસના ગઢ ગણાતા દરિયાપુરમાં ભાજપની પેનલ હારી


ઓવૈસીની AIMIM પાર્ટીની ગુજરાતમાં ‘એન્ટ્રી ’ થઈ છે. AIMIMએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને જમાલપુરમાં 4 આખી પેનલ અને મકતમપુરા 3 બેઠક જીતી છે. કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે. જ્યારે અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 165 બેઠકો પર કબ્જો કર્યો છે.


અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડ માટે 192 બેઠકોની યોજાયેલી ચૂંટણીનું આજે મતગણતરી ચાલી રહીં છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત વખત કરતાં ઓછુ મતદાન નોંધાયુ હતું. શહેરી મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો ન હતો પરિણામે ચૂંટણીનો નિરસ માહોલ રહ્યો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત રાંધણગેસનો ભાવ વધારો-મોંઘવારી જ નહીં,પણ બેરોજગારીનો મુદ્દો નડયો હતો.

કોંગ્રેસના ચુસ્ત ગણાતા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી હતી. સાંજે જાહેર કરાયેલી ટકાવારીમાં આંશિક ફેરફારની સંભાવના છે. આ સંજોગોમાં નહીં ધારેલાં પરિણામો આવવાની ભીતિએ બન્ને પક્ષના ઉમેદવારોની ઊંઘ ઊડાડી દીધી છે.

ગઇ ચૂંટણીમાં સરેરાશ 48 વોર્ડની 192 બેઠકો માટે 46.51 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 142 અને કોંગ્રેસને 50 બેઠકો મળી હતી. હાલની ચૂંટણીમાં 60 વર્ષથી મોટી વયના અને ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેવા કોર્પોરેટરો સહીત 104 કોર્પોરેટરોના નામો કાપીને ભાજપના મોવડી મંડળે ઈતિહાસ સર્જ્યો હતો. કપાયેલા કોર્પોરેટરોની નારાજગી અને નિષ્ક્રીયતાએ પણ ઓછા મતદાનની બાબતમાં ઉમેરો કર્યો હતો.

કયાં મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી થશે

ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા , સાબરમતી, રાણિપ,  ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ

એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર

Gujarat