For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક, આપ્યા આ આદેશ

Updated: Mar 9th, 2020

Article Content Imageઅમદાવદ, તા. 9 માર્ચ 2020, સોમવાર

- કોરોના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક

- લોકોને મોટી સંખ્યામાં ભેગું ના થવા અપીલ

કોરોના વાઇરસના ભયને પગલે અમદાવાદ મેયરના અધ્યક્ષ સ્થાને આજે બેઠક યોજાઈ હતી. જેમાં અધિકારીઓને કોરોનાને પગલે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચના આપવામાં આવી. સાથે જ શારદાબેન, એલજી, એસવીપી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં દર્દીઓને બરોબર સારવાર મળી રહે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી.

Article Content Imageઆ સાથે જાહેરાતો અને શોર્ટ ફિલ્મ દ્વારા લોકોને વાયરસથી વધુ ને વધુ લોકોને જાગૃત કરવાની વાત કરવામાં આવી. બેઠક અંગે મેયરે જણાવ્યું હતું કે અત્યાર સુધી શહેરમા 18 શંકાસ્પદ નોંધાયા છે એક પણ કેસ પોઝીટીવ કેસ જોવા મળ્યો નથી. તેમજ હોળી ધુળેટીના પર્વ નિમિતે લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા અપીલ કરી છે.




Gujarat