For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન

-જોકે, દિવસે ગરમીથી ડબલ સિઝન

-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં તાપમાન ૪ ડિગ્રી ગગડશે

Updated: Nov 25th, 2021

અમદાવાદ,ગુરુવાર

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૪ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૪.૧ ડિગ્રી સાથે  સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. બીજી તરફ અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.  આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૫થી ૧૭ ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.

રાજ્યમાંથી અન્યત્ર નલિયામાં ૧૫.૨, વડોદરા-ડીસામાં ૧૫.૪, રાજકોટમાં ૧૬, ભાવનગર-ભૂજમાં ૧૮, સુરતમાં ૨૦ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી. જોકે, રાજ્યમાં અન્યત્ર ઠંડીના પ્રભુત્વમાં વધારો અનુભવાઇ શકે છે.

 

Gujarat