For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલો એન્જિનિયર જેલહવાલે

જીમીલ એક વર્ષથી ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતોઃ વડોદરાના સૈયદ નામના વ્યકિતનું નામ ખૂલ્યું

Updated: Jun 26th, 2021

Article Content Imageવડોદરા. શહેર નજીકના નેશનલ હાઇવે પરથી એમડી ડ્રગ્સ સાથે જુનાપાદરારોડ પરનો  યુવક એન્જિનિયર છે.અને તે છેલ્લા એક વર્ષથી ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.આજે તેના  રિમાન્ડ પૂરા થતા જેલહવાલે કરવામાં આવ્યો છે.

સીઆઇડી ક્રાઇમે વેમાલી પાસે એચપી પેટ્રોલપંપ પાસે સફેદ રંગની હોન્ડા સિટિ કારમાં જતાજીમીલકુમાર જયેશ પટેલ (રહે.રાજલક્ષ્મી સોસાયટી, શિવમહેલ પેલેસની બાજુમાં, જુનાપાદરારોડ)ને  ૦.૫૦ મિલિગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો  હતો. પોલીસે ડ્રગ્સની પડીકી, રોકડ, મોબાઇલ અને કાર મળી કુલ રૃા.૨.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી તેના રિમાન્ડ મેળવી તપાસ શરૃ કરી  હતી.પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,જીમીલે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.અને ડ્રગ સપ્લાયર વસિમ બલોચ મુંબઇનો છે.તેેના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.જ્યારે તેની માતા હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરે છે.ડ્રગ્સની હેરાફેરીમાં વડોદરાના સૈયદ નામના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે.જેથી,પોલીસ તેને શોધી રહી છે.જીમીલના એક દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં  રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

Gujarat