અડાલજ પાસે હિટ એન્ડ રનમાં રસ્તો ઓળંગતા યુવાનનું મોત


ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર

અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ફરાર ઃ યુવાન બની રહેલા બટરફ્લાઇ પાર્કમાં કામ કરતો હતો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે આજે વહેલી સવારે રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યો વાહનચાલક અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગરમાં અકસ્માતોની ઘટનાઓની સાથે હિટ એન્ડ રનના પણ બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવાનનું મોત થયું હતું આ અંગે મળતી વિગતો પ્રમાણે, અહીં બટરફ્લાઇ પાર્કમાં કામ કરતા સીનાભાઇ લક્ષ્મણભાઇ બારીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વહેલી સવારે સુઇ રહ્યા હતા તે દરમ્યાન ધડામ કરતો અવાજ આવ્યો હતો જેના પગલે માર્ગ ઉપર જોતા તેમના સાળા ચતુરભાઇ રત્નાભાઇ પટેલને કોઇ અજાણ્યા વાહનચાલક અડફેટે લઇને ફરાર થઇ ગયો હોવાનું જણાયું હતું જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ચતુરભાઇનું મોત નિપજ્યું હતું. હાલ તો આ અંગે અડાલજ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

City News

Sports

RECENT NEWS