For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ : સરકારી કાર્યક્રમો રદ

- વંથલીમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ કેન્સલ કરાયો

- મોબાઇલ ફોનમાં કોરોના વાયરસની જનજાગૃતિની રિંગટોન વાગતી થઇ, મોંઘા માસ્ક વેચનારા સામે ફરિયાદ નોંધાશે

Updated: Mar 9th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 8 માર્ચ, 2020, રવિવાર

ચીનથી પ્રસરેલા કોરોના વાયરસે અત્યારે દુનિયાના 103 દેશોમાં પગપેસારો કરી લીધો છે જેના કારણે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં સારા સમાચાર એછેકે, અત્યાર સુધીમાં 47 શંકાસ્પદ કેસોના લોહીના નમૂના લેવાયા હતાં તે બધાય રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આજે જામનગરમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. બીજી તરફ, રાજ્ય સરકારે હાલપુરતાં બધાય સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે. વંથલીમાં 10મી માર્ચે યોજાનારાં મુખ્યમંત્રીના હસ્તે સ્પોર્ટસ સંકુલના ઉદઘાટન સમારોહનો આયોજન કરાયુ હતુ તે છેલ્લી ઘડીએ રદ કરી દેવાયો છે. 

ગુજરાતમાં  ઇરાન, સિંગાપોર, નેપાલ, ઇન્ડોનેશિયા, ઇટલી,ફ્રાન્સ સહિત 19થી વધુ દેશોથી આવતાં મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ,સુરત,વડોદરા એરપોર્ટ પર અત્યાર સુધીમાં કુલ 180 ફલાઇટોમાંથી આવેલાં 19,856 મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવ્યુ છે જયારે ગુજરાતના દરિયાકાંઠે આવેલાં 49 જહાજોમાં 2035 મુસાફરોનુ મેડિકલ તપાસ કરવામાં આવી હતી. 

આજે જામનગરમાં વિદેશથી પરત ફરેલાં એક વ્યક્તિને કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતાં જેથી તેમના લોહીના નમૂના લેવાયાં છે. અત્યારે ગુજરાતમાં આ એક માત્ર દર્દી જ હોસ્પિટલમાં દાખલ છે.બાકીના બધાય દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.અત્યારે રાજ્યભરમાં કુલ 972 લોકો આરોગ્ય વિભાગની નીગરાની હેઠળ છે. 

કોરોના વાયરસને લઇને રાજય સરકાર એલર્ટ મોડ પર છે.રવિવારથી મોબાઇલ ફોનમાં કોરોના વાયરસની જાણકારી આપવામાં આવી છે.શું શું ધ્યાન રાખવું તેની સમજ આપતી રીગટોંગ વાગી રહી છે.આ ઉપરાંત બજારમાં સેન્ટીટાઇઝર અને માસ્કની ડિમાન્ડ છે.

આ તરફ,રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેમિસ્ટોને ચેતવણી આપી કે,માસ્કની વધુ કિંમત લેવાશે તો ફરિયાદ નોંધવામાં આવશે.તકનો લાભ લઇને કેટલાંય કેમિસ્ટો ડબલ ભાવમાં માસ્ક વેચી રહ્યાં છે. અમદાવાદના મોલમાં ય સેનિટાઇઝરનો માલ ખુટી પડયો છે. રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમ રદ કરવાનુ નક્કી કર્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ ભીડ એકત્ર ન થાય તે માટે લોકોને અપીલ કરી છે. જે લોકો વિદેશની મુસાફરી કરીને આવ્યાં છે તેમને ય મેળાવડા,કાર્યક્રમોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.રાજ્યના આરોગ્ય વિભાગના એપેડેમિક વિભાગના અિધકારીઓ અમદાવાદ એરપોર્ટ પર તબીબી સુવિધાની સમિક્ષા કરી હતી. આમ,ગુજરાતમાં કોરોના વાયરસને લઇને રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક છે.

Gujarat