સમર્પણ કોલેજના વિદ્યાર્થી ઉપર ચાર શખ્સોનો પાઇપથી જીવલેણ હુમલો


ગાંધીનગરના ઘ પાંચ સર્કલ નજીક

ઝઘડાની અદાવતમાં કોલેજના જ બે વિદ્યાર્થીઓ અન્ય શખ્સો લઈને આવ્યા હતા અને માર માર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ઘ પાંચ સર્કલ પાસે અગાઉના ઝઘડાની અદાવતમાં સમર્પણ કોલેજના વિદ્યાર્થી ઉપર ચાર શખ્સોએ પાઇપોથી જીવણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા આ વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેના પિતાની ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસ ચારેય શખ્સો સામે હત્યાના પ્રયાસના ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

પોલીસ મિત્રો માંથી મળતી વિગતો પ્રમાણે માણસા તાલુકાના અંબોડ ખાતે રહેતા કીતસિંહ ખુમાનસિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમના પાર્લર ઉપર હતા તે સમયે તેમના નાના પુત્રએ  જાણ કરી હતી કે, તેમના મોટા પુત્ર વિવેકસિંહને ઘ ૫ પાસે મારામારી થઇ છે, જેમા ઇજાઓ થતા ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થૈ લઇ જવામા આવ્યો છે. જેથી તેઓ સિવિલ પહોંચી ગયા હતા અને વિવેકસિંહને પૂછતા કહ્યુ હતુ કે, એક સપ્તાહ પહેલા કોલેજમા કોલવડાના વિશાલસિંહ પંકજસિંહ વાઘેલા સાથે મારા મિત્રને ઝગડો થયો હતો.જેમા સમાધાન કરી લીધુ હતુ, પરંતુ બીજા દિવસે વિશાલસિંહ કોલેજમા સામે મળતા કહ્યુ હતુ કે, તુ મારી સામે કેમ આવે છે, હવે પછી મારી સામે આવીશ તો જીવતો નહિ રહેવા દઉ. તેવી ધમકી આપી કહ્યુ હતુ કે, હુ તને જોઇ લઇશ. જ્યારે સવારે ઘ ૫ પેટ્રોલપંપ પાસે મિત્ર સુરપાલસિંહ ચંદનસિંહ ચાવડા સાથે ઉભો હતો. તે સમયે એક સફેદ કલરની  કાર આવી હતી અને તેમાથી વિશાલસિંહ, તેનો મિત્ર તરૃણસિંહ અને અન્ય બે લોકો હાથમા લાકડાના ધોકા અને પાઇપ લઇને ઉતર્યા હતા અને સીધા જ મારામારી કરવા લાગ્યા હતા. જેમા તરુણસિંહે લોખંડની પાઇપ માથામા મારી દીધી હતી. બુમાબુમ કરતા આસપાસમાથી લોકો ઉમટી પડયા હતા. જેથી હુમલાખોર ફરાર થઇ ગયા હતા.જ્યારે યુવકને પહેલા સિવિલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે લઇ જવાયો હતો. હાલ તો આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા હત્યાના પ્રયત્નો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે

City News

Sports

RECENT NEWS