For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં ચૂંટણી પહેલા વધુ એક મકાનમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો

Updated: Dec 2nd, 2022

Article Content Image

વડોદરા,તા.2 ડિસેમ્બર 2022,શુક્રવાર

 વડોદરામાં ચૂંટણી દરમિયાન દારૂની રેલમ છેલ કરવા માટે બુટલેગરરો સક્રિય બન્યા છે ત્યારે પોલીસે પણ ઉપરા છાપરી દરોડા પાડવા માંડ્યા છે.

વડોદરા નજીક જરોદ ખાતેથી એક દિવસ પહેલા ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવવાના બનાવ બાદ આજે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કોયલી શેરખી રોડ પર ગોકુળધામ રેસીડેન્સી ખાતેનાએક મકાનમાં દરરોજ પાડ્યો હતો.

પોલીસે કાર લઈ જતા બુટલેગર પિનેશ રાણા રહે (નાગરવાડા,નવી ધરતી) ને ઝડપી પાડી ટેમ્પામાંથી દારૂ ના બેરલ ઉતારતા અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તપાસ કરતા બેરલ માંથી દારૂની અને બિયરની બોટલો મળી આવી હતી. જ્યારે  કાર અને એક સ્કૂટર માંથી પણ દારૂની બોટલો કબજે કરી હતી. તમામ 1014 બોટલો ની કિંમત સાડા ત્રણ લાખ જેટલી થાય છે.

પોલીસે પૂછપરછ કરતા પકડાયેલા ચાર માંથી બે ખેપિયા હરિયાણાના હોવાનું અને ત્યાંથી લાકડાના વેરમાં દારૂનો જથ્થો લાવતા હોવાની વિગતો ખુલી હતી. પોલીસે પકડેલાઓમાં  (૧) પિનેશ રાકેશભાઈ રાણા(નવી ધરતી,નાગરવાડા), (૨) મોહિત રાજવીર સિંઘ (હરિયાણા),(૩) નવીન રણધીર સિંઘ(, હરિયાણા) અને (૪) અમિત શાંતિલાલ માળી (નવી ધરતી,નાગરવાડા) નો સમાવેશ થાય છે. હરિયાણાના બે ખેપિયા દારૂનો જથ્થો લઈ આવતા હોવાની અને પીને તેમજ તેના સાગરીતો કેમિકલ ની આગમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોવાની વિગતો બહાર આવી છે.

Gujarat