For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

GTUની પરીક્ષામાં માસ કોપી કેસઃ ૬૭ વિદ્યાર્થીને સજા, કોલેજનું સેન્ટર રદ

એક જ કોલેજમાંથી પકડાયેલા ૭૨ વિદ્યાર્થીમાંથી પાંચ નિર્દોષ,૬૭ના બે સેમ.રદ

કોલેજને એક લાખનો દંડ

Updated: Nov 26th, 2021

Article Content Imageઅમદાવાદ

જીટીયુની ડિપ્લોમા ઈજનેરીના પાંચમા સેમેસ્ટરની રીમિડિયલ પરીક્ષામાં કલોલની કોલેજમાં એક સાથે ૭૨ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા અને તમામને યુનિ.ની યુએફએમ કમિટી સમક્ષ બોલાવાયા હતા.પાંચ વિદ્યાર્થીને નિર્દોષ જાહેર કરાયા છે જ્યારે બાકીના ૬૭ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં એક સરખા જ જવાબો મળતા તમામને એક વર્ષ માટે પરીક્ષાથી બાકાત કરી દેવાયા છે અને કોલેજનું સેન્ટર રદ કરી એક લાખનો દંડ પણ કરાયો છે.

કોરોનાની બીજી લહેર બાદ જીટીયુ દ્વારા વિવિધ કોર્સની સમર સેમેસ્ટર પરીક્ષાઓ લેવાઈ હતી અને જે ઓફલાઈન જ લેવાઈ હતી. આ પરીક્ષાઓમાં છેલ્લા તબક્કામાં ઓગસ્ટમાં ડિપ્લોમા ઈજનેરીના પાંચમા સેમેસ્ટરની ઓલ્ડ કોર્સની રીમીડિયલ પરીક્ષા હતી.જેમાં ૧૩મી ઓગસ્ટે બપોરે ૨ ઃ૩૦થી ૫ઃ૦૦ દરમિયાન  એસ્ટીમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ વિષયની પરીક્ષા હતી. આ પરીક્ષામાં કલોલની  ડિપ્લોમા ઈજનેરી કોલેજ એવી કલોલ ઈન્સ્ટિટયુટ ઓફ રીસર્સ સેન્ટર (કેઆઈઆરસી) કોલેજમાંથી ૭૨ વિદ્યાર્થીઓ ચોરી કરવા બદલ શંકાસ્પદ રીતે પકડાયા હતા.આ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ચેક કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં એક સરખા જવાબો લખેલા હોવાનું જીટીયુને ધ્યાને આવ્યુ હતુ.ત્યારબાદ જીટીયુ દ્વારા યુએફએમ કમિટીની મીટિંગ બોબાલાઈવી હતી.જેમાં કમિટી સમક્ષ વિવિધ સેમેસ્ટરના ચોરી કરતા પકડાયેલા ૧૪૦ વિદ્યાર્થઈઓને બોલાવાયા હતા.જેમાં ડિપ્લોમાના આ ૭૨ વિદ્યાર્થીઓ પણ હતા.

સુનાવણીને અંતે ડિપ્લોમાના આ ૭૨ વિદ્યાર્થીઓમાંથી પાંચ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા હતા અને કોઈ પણ સજા કરાઈ ન હતી.જ્યારે ૬૭ વિદ્યાર્થીઓની સમર સેમેસ્ટરની તમામ વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરી આગામી સેમેસ્ટર પણ રદ કરી દેવાયુ હતુ અને સમર સેમેસ્ટર ૨૦૨૨ની પરીક્ષા સુધી કોઈ પણ પરીક્ષા ન આપવા દેવાની સજા કરાઈ હતી.જ્યારે કલોલની જે કોલેજમાંથી વિદ્યાર્થીઓ માસ કોપી કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ તે કોલેજને બેદરકારી બદલ અને માસ કોપીની ઘટના બદલ એક લાખનો દંડ યુનિ.દ્વારા કરવામા આવ્યો છે.ઉપરાંત એક વર્ષ માટે એટલે કે આગામી બે સેમેસ્ટરની પરીક્ષાઓમાં એક્ઝામ સેન્ટર ન આપવાની સેન્ટરની સજા કરી સેન્ટર જ રદ કરી દેવાયુ છે.અગાઉ પણ જીટીયુની પરીક્ષાઓમાં અનેકવાર માસ કોપી કેસની ઘટનાઓ બની ચુકી છે અને ઘણીવાર કોેલેજો પોતાનુ પરિણામ ઊંચુ લાવવા અને પોતાને ડિગ્રીના વિદ્યાર્થીઓ વધારવા વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હોય છે.

Gujarat