For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ, 4.52 લાખને વેક્સિન

Updated: Nov 24th, 2021

Article Content Image

રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 316

અમદાવાદમાં સૌથી વધુ 13 કેસ, વડોદરા, વલસાડમાં 3-3 કેસ : 13 જિલ્લામાં એકપણ નહીં

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવાં 29 કેસ નોઁધાયા છે અને 4,52,020 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 13 કેસ નોંધાયા છે. નવાં 29 કેસ સામે 32 લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 316 થઇ છે.

આજે અમદાવાદમાં13, વડોદરમાં ત્રણ, વલસાડમાં ત્રણ, ગાંધીનગરમાં બે, રાજકોટમાં બે, સુરતમાં બે, અરવલ્લીમાં એક, ગીર-સોમનાથમાં એક,  મોરબીમાં એક અને નવસારીમાં એક કેસ નોંધાયો છે. આ સિવાયના 23 જિલ્લઓમાં એકપણ કેસ નોંધાયો નથી. નવાં 29 દર્દીઓ સામે આજે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હાલની પરિસિૃથતિએ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 316 છે, જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર અને 312 દર્દીઓ સ્ટેબલ છે. આજે રાજ્યમાં કુલ 4,52,020 દર્દીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી, જે પૈકી સૌથી વધુ 2,94,350 ડોઝ 18થી 45 વર્ષના લોકોને કોરોના વેક્સિનના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા હતા.

Gujarat