For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાહપુરમાં ધમધમતા કતલખાનામાંથી 1500 કિલો માંસ કબજે : 75 પશુઓને બચાવ્યાં

- વાહનો ઉપર જીવદયા માનવ સેવાના સ્ટીકર લગાડીને પશુઓની હેરાફેરી

- પોલીસે પ્લાસ્ટીકનો પડદો ફાડીને જોયું તો ક્રૂરતા પૂર્વક પશુઓ બાંધેલા હતાં ચીનના વેટ માર્કેટમાંથી તકેદારીના અભાવે કોરોના ફેલાયો હતો

Updated: May 23rd, 2020

Article Content Image

અમદાવાદ,તા. 23 મે 2020, શનિવાર

મિરઝાપુર ખાતે આવેલા કુરેશી ચોંકમાં  દરોડોપાડતા ખુદ  શાહપુર પોલીસ  ચોકી ઉઠી હતી કારણ કે જાહેરમાં પશુઓની કતલ થઇ રહી હતી. પોલીસે સ્થળ પરથી 1500 કિલો માંસ કબજે કરીને ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલા 75 પશુઓને બચાવીને લીધા હતા. પોલીસ તપાસમાં કડીથી ટ્રકમાં પશુઓ લાવવામાં આવતા હતા એટલું જ નહી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટ્રક ઉપર જીવદયા માનવ સેવાના સ્ટીકર લગાડેલા હતા, પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોેધી મુખ્ય સુત્રધ્ધારની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

શાહપુર પોલીસ સ્ટેશના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર, આર.કે.અમીનના જણાવ્યા  ંમુજબ આજે સવારે મિરઝાપુર ત્રણ ખુણીયા બગાચા પાસે  પોલીસ વાહન  ચેકિંગ કરી રહી હતી તે સમયે એક શખ્સ પોલીસને જોઇને એક્ટિવા લઇને મિરઝાપુર તરફ ભાગી રહ્યો હતો જેથી પોલીસે તેનો પીછો કરતાં ત્યાં જઇને જોયું તો ટ્રકમાંથી પશુઓને ઉતારવામાં આવી રહ્યા હતા જ્યારે કુરેશી ચોકમાં તો ચારે તરફ પશુઓની ગેરકાયદે કતલ  કરવામાં આવી રહી હતી. જો કે પોલીસને જોઇને આરોેપીઓને નાસભાગ મચાવી મુકી  હતી જ્યાં જાહેરમાં કતલ થઇ રહી હતી ત્યાં શાક માર્કટ હોવાથી મહિલાઓએ પણ દોડધામ મચાવી મૂકી હતી.

કુરેશી ચોકમાં ઠેર ઠેર માંસ-લોહી અને પશુઓ અવશેષો નજરે પડતા હતા એટલું જ નહી  પોલીસે એક ગલીમાં જઇને કાળા કલરના પ્લાસ્ટીકના મીણીયાને ફાડીને  જોયું તો તેની પાછળ ભેંસના વંશને ક્રુરતા પૂર્વક  બાંધેલા હતા  પોલીસે 75 પશુઓને બચાવી લીધા હતા. શાહપુર પોલીસે માંસનો નાશ કરીને પશુઓને  પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અનેમિરઝાપુર, ખાટલાવાડ ખાતે  ઉષ્માનગની મોહમંદ ઇબ્રહીમ કુરેશી તથા જમાલપુરમાં શારદા પંડિતની ચાલીમાં રહેતા ર ફીક ગુલામ મુસ્તુફા કુરેશી તથા મિરઝાપુર  લોધવાડ ખાતે રહેતા ગુલામ ઘોષ ઉષ્માનભાઇ કુરેશી અને મિરઝાપુરમાં રહેતા મહંમદ યાસીન ઉર્પે હલવો કુરેશી  તેમજ મંહમદ યારુભાઇ કુરેશીની સામે ગુનો નોધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં છે. 

પોલીસ તપાસમાં પકડાયેલી ટ્રકો કડીની છે અને વાહન આગળ  જીવદયા માનલ સેવા ટ્રસ્ટ તથા રાહત કાર્ય ફોર કોરોના લખેલી સ્ટીકર લગાડીને આ ટ્રેકોમાં  પશુઓની હેરાફેેરી કરવામાં આવતી હતી. શાહપુર પોલીસે કડી ખાતે ટીમ મોકલી આપી છે.

 મુખ્ય આરોપીઓ પકડાયા બાદ ટ્રકોમાં કેટલા સમયથી આ ગેરખધંધો ચાલતો હતો અને આ ધંધામાં કોણ કોણ સામેલ છે. તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.

Gujarat