શું તમને ખબર છે દુનિયાની સૌથી મોંઘી કારનો કિંમત ? અહિં જાણો કારનું નામ અને કિંમત.....


- મર્સિડિઝની આ કારની કિંમત તેના પહેલા દુનિયાની સૌથી મોંઘી કાર રહેલી Ferrari 250 GTOથી 3 ગણી વધારે છે

નવી દિલ્હી, તા. 20 મે 2022, શુક્રવાર

શું તમે ક્યારેય દુનિયાની સૌથી મોંઘી કારના ભાવ વિશે વિચાર્યું છે? જો તમે Audiથી લઈને BMW કે Ferrari જેવી લક્ઝરી કારના ભાવ વિશે વિચાર કરશો તો તમે કારની કિંમત 2 કરોડ અથવા 20 કરોડ સુધી વિચારી શકશો પરંતુ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેની કિંમત તમારી વિચારણા કરતા પણ અનેકગણી વધારે છે.

અધધ...1109 કરોડની છે કાર : 

આ ગાડી 1955ની એક મર્સિડિઝ-બેન્જ કાર છે, જેની કિંમત 14.3 કરોડ ડોલર (1109 કરોડ રૂપિયા) છે આમ આ કાર દુનિયાની સૌથી મોંઘી કાર છે. આ કારની નિલામી કરનારી કંપની RM Sothebyનું કહેવું છે કે મર્સિડિઝ-બેન્જના રેસિંગ ડિપાર્ટમેન્ટે આ પ્રકારની માત્ર બે કાર બનાવી હતી, જેનું નામ તેના ક્રિએટરના નામ Rudolf Uhlenhaut પરથી રાખવમાં આવ્યું હતુ. આ કારનું નામ Mercedes Benz 300 SLR Uhlenhaut Coupe છે.

બીજી કાર મર્સિડિઝ પાસે......

આ કારના એક મોડેલને એક પ્રાઈવેટ કાર-કલેક્ટરે ખરીદી છે. જોકે તેમણે કંપનીને પ્રોમિસ આપ્યું છે કે માત્ર ખાસ પ્રસંગે જ તેઓ કારને પબ્લિક ડીસપ્લે માટે ઉપલબ્ધ કરાવશે, જ્યારે આ કારનું બીજું મોડેલ મર્સિડિઝ-બેન્જ પાસે રહી તેના મ્યુઝિયમની શોભા વધારશે.


Ferraiથી ત્રણ ગણી મોંઘી

દુનિયાની ક્લાસિક કારોની નિલામી જર્મનીના મર્સિડિઝ-વેબ મ્યુઝિયમમાં 5 મે ના રોજ થઈ હતી જેમાં RM Sotheby કંપનીએ આ કારને નિલામી માટે મુકી હતી.

મર્સિડિઝની આ કારનો ભાવ તેના પહેલા દુનિયાની સૌથી મોંઘી કાર રહેલી 1962ની Ferrari 250 GTO થી 3 ગણી વધારે છે. Ferrariનું આ મોડેલ 4.8 કરોડ ડોલર (આશરે 372 કરોડ રૂપિયા)માં વેચવામાં આવી હતી. 

City News

Sports

RECENT NEWS