For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Vijay Diwas 2020 : જાણો, વર્ષ 1971ના ભારત-પાક યુદ્ધના કેટલાક મહત્ત્વપૂર્ણ તથ્યો

- દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન પર ભારતની જીત હાંસલ કરવાને કારણે વિજય દિવસ મનાવવામાં આવે છે

Updated: Dec 16th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર 2020, બુધવાર 

વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી, જેના પરિણામસ્વરૂપ બાંગ્લાદેશ બન્યું. આ મહાયુદ્ધે સેના, વાયુસેના અને નૌસેના સહિત ભારતીય સશસ્ત્ર દળોની પ્રગતિની સ્થાપના કરી. યુદ્ધ 3 ડિસેમ્બર 1971ના દિવસે શરૂ થયું હતું જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં સ્વતંત્રતા માટે સંઘર્ષ ચાલી રહ્યું હતું. આ યુદ્ધ 13 દિવસ બાદ 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની સેનાના વગર શરતે આત્મસમર્પણ કરવાની સાથે સમાપ્ત થયું હતું. બાંગ્લાદેશ આઝાદ થયું. ત્યારથી આ દિવસને ભારત અને બાંગ્લાદેશમાં વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. 

1971ના ભારત-પાક યુદ્ધ વિશે કેટલાક મહત્ત્વપૂર્ણ તથ્ય...

1. પશ્ચિમ પાકિસ્તાનના લોકોની સાથે ખરાબ વર્તન અને પૂર્વી પાકિસ્તાનમાં ચુંટણી પરિણામો બાદ બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ દ્વારા સંઘર્ષની શરૂઆત થઇ હતી. પૂર્વ પાકિસ્તાન દ્વારા સત્તાવાર રીતે સ્વતંત્રતા મેળવવા માટે 26 માર્ચ, 1971એ જાહેરાત કરી. ભારતના તત્કાલીન વડાપ્રધાને આગામી દિવસે સ્વતંત્રતા સંગ્રામ માટે પૂર્ણ સમર્થન વ્યક્ત કર્યુ હતું. 

2. મીડિયાએ પાકિસ્તાની સેનાના હાથે બંગાળીઓ, મુખ્યત્વે હિન્દૂઓ વિરુદ્ધ વ્યાપક નરસંહાર કર્યાની માહિતી આપી હતી જેના કારણે લગભગ 10 મિલિયન લોકો પાડોશી દેશ ભારતમાં સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા હતા. ભારતે બંગાળી શરણાર્થીઓ માટે પોતાની સરહદ ખોલી દીધી હતી. 

3. ભારત-પાકિસ્તાન યુદ્ધ અસરકારક રીતે ઉત્તર-પશ્ચિમ ભારતના એરબેઝમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા પૂર્વવ્યાપી હવાઇ હુમલા બાદ શરૂ થયું હતું, જેમાં આગરા પોતાના ઑપરેશન ચંગેજ ખાન રૂપે પણ સામેલ હતું. 

4. જવાબમાં ભારતીય વાયુ સેનાએ પશ્ચિમી મોર્ચમાં લગભગ 4000 લશ્કરી ઉડાણ અને પૂર્વમાં બે હજાર જેટલી ઉડાણ ભરી. જ્યારે, પાકિસ્તાન એરફોર્સ બંને મોર્ચે લગભગ 2800 અને 30 લશ્કરી ઉડાણ જ ભરી શકતું હતું. IAFએ યુદ્ધના અંત સુધી પાકિસ્તાનમાં એરબેઝ પર છાપા મારવાનું ચાલ્યું રાખ્યું. 

5. ભારતીય નૌસેનાના પશ્ચિમી નૌસેના કમાને 4-5 ડિસેમ્બરની રાત્રે કોડનેમ ટ્રાઇડેન્ટ હેઠળ કરાચી બંદરગાહ પર એક આશ્ચર્યજનક હુમલો કર્યો. 

6. પાકિસ્તાને પણ પશ્ચિમી મોર્ચે પોતાના સૈનિક તૈનાત કરી દીધા હતા. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરતાં કેટલાય હજાર કિલોમીટર પાકિસ્તાની વિસ્તાર પર કબ્જો કરી લીધો હતો. 

7. પાકિસ્તાને લગભગ 8000 મૃતકો અને 25,000થી વધુ લોકોના ઇજાગ્રસ્ત થવાની સાથે યુદ્ધનો સામનો કર્યો, જ્યારે ભારતે 3000 સૈનિક ગુમાવી દીધા અને 12,000 લોકોને ઇજા થવા પામી હતી. 

8. પૂર્વ પાકિસ્તાનમાં મુક્તિ બાહિની ગોરિલ્લાઓએ પૂર્વમાં પાકિસ્તાની સૈનિકો વિરુદ્ધ લડવા માટે ભારતીય દળની સાથે હાથ મિલાવ્યો હતો. તેમણે ભારતીય સેના પાસેથી હથિયાર અને ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી. 

9. સોવિયત સંઘે પોતાના મુક્તિ આંદોલન અને યુદ્ધમાં ભારતની સાથે પૂર્વી પાકિસ્તાનીઓનો પક્ષ લીધો. બીજી બાજુ, રિચર્ડ નિક્સનની અધ્યક્ષતામાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ આર્થિક અને ભૌતિક સ્વરૂપે પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. અમેરિકા યુદ્ધની સમાપ્તિની દિશામાં સમર્થનનાં પ્રદર્શન સ્વરૂપે બંગાળની ખાડીમાં એક વિમાનને તૈનાત કરવામાં આવ્યું હતું. 

10. યુદ્ધના અંતમાં, જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીના નેતૃત્વમાં લગભગ 93,000 પાકિસ્તાની સૈનિકોએ મિત્ર દેશોની સેનાની સામે આત્મસમર્પણ કરી દીધું. જેમને 1972ના શિમલા કરારાના ભાગ સ્વરૂપે પરત મોકલી દેવામાં આવ્યા હતા. 

11. પાકિસ્તાન પોતાની અડધીથી વધારે વસ્તી ગુમાવી ચુક્યુ હતું, કારણ કે બાંગ્લાદેશ પશ્ચિમ પાકિસ્તાનની સરખામણીમાં વધારે વસતી ધરાવતું હતું. તેમની સેનાનો લગભગ એક તૃતિયાંશ ભાગ કબ્જે કરી લીધો હતો. 

Gujarat