રમકડાં માત્ર મનોરંજન નથી, 52% પેરેંટ્સનું માનવું છે કે, આ શિક્ષકોની જેમ બાળકોને શીખવે પણ છે


- દાદા-દાદી બાળકોને વિવિધ સંસ્કૃતિના રમકડાં પૂરા પાડે છે

-આજકાલ 28% રમકડાં પર્યાવરણને અનુકૂળ અને અલગ-અલગ થીમ પર બનાવે છે

નવી દિલ્હી, તા. 26 ઓક્ટોબર 2022, મંગળવાર

રમકડાં માત્ર બાળકોના મનોરંજન માટે નથી. શિક્ષકની જેમ તે બાળકોને શીખવે છે અને સમજાવે છે. આ તકનીકી યુગમાં, સાત વર્ષ સુધીના બાળકો આ રમકડાંમાંથી શિક્ષણ મેળવી રહ્યા છે. બાળકો માતાપિતા પાસે દર અઠવાડિયે એક નવું રમકડું માંગે છે. અડધાથી વધુ માતાપિતાને એવું રમકડું જોઈએ છે જે તેમને તેમના બાળકોની નજીક રાખે. 2,000થી વધુ વાલીઓ પર કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે અનુસાર, માર્કેટમાં ટેક્નોલોજી આધારિત, સામાજિક-ભાવનાત્મક શિક્ષણ, બોલવા અને અન્ય સંસ્કૃતિ આધારિત રમકડાંના ઘણા પ્રકારો છે, પરંતુ બાળકોની યાદશક્તિ વધારનારા રમકડાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

સર્વે અનુસાર, 68% માતા-પિતા તેમના બાળકોની પસંદગી અનુસાર રમકડાં પસંદ કરે છે. લગભગ ત્રણ ચતુર્થાંશ માતા-પિતા સંમત થાય છે કે આ દિવસોમાં રમકડાં તકનીકી રીતે અત્યંત અદ્યતન બની ગયા છે. આથી જ 58% લોકો તેમના બાળકની ઉંમર અને વિચારવાની રીતને અનુરૂપ રમકડાં જોવાનું પસંદ કરે છે.

છ માંથી એક માતા-પિતા રમકડાંને ખરાબ માને છે. 72% માતા-પિતા 14 અને તેનાથી ઓછી ઉંમરના બાળકો સાથે રમવા માંગે છે. ધ ટોય એસોસિએશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એડ્રિન એપેલના જણાવ્યા અનુસાર, રમકડાં બાળકોની લાગણીઓને સંતુલિત કરવામાં અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપવા અને વિવિધ સંસ્કૃતિઓની ઉજવણી કરવામાં મદદ કરે છે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે, બાળકોને સૌથી વધુ રમકડાં દાદા-દાદી લાવી આપે છે. 38% દાદા દાદી વિવિધ સંસ્કૃતિઓ અને જીવનશૈલીના આધારે રમકડાં પ્રદાન કરે છે. આજકાલ 28% રમકડાં પર્યાવરણને અનુકૂળ અને અલગ-અલગ થીમ પર બનાવવામાં આવે છે.

City News

Sports

RECENT NEWS