For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નખને સુંદર અને મજબૂત બનાવવા માટે મેનિક્યોર નહીં આ વસ્તુઓનું સેવન કરો

- નખને હેલ્ધી રાખવા માટે પોષણ અને પ્રોટીનથી ભરપૂર ડાયેટનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે

Updated: Jan 3rd, 2021

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી 2021, રવિવાર 

નખ મહિલાઓની સુંદરતા વધારવાનું કામ કરે છે. મોટાભાગની છોકરીઓ અને મહિલાઓને નખ વધારવા અને તેમને સાઇની રાખવાનું પસંદ હોય છે. તેના માટે તેઓ વારંવાર પાર્લર જઇને મેનિક્યોર કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે નખને સુંદર અને હેલ્દી રાખવા માટે પાર્લર નહીં પરંતુ પોષણ અને પ્રોટીનથી ભરપૂર ડાયેટનું સેવન કરવાનું ફાયદાકારક માનવામાં આવે છે. નખને સુંદર બનાવવા માટે સૌથી પહેલા નખની પાસેની ડાર્ક સ્કિન પર તમારે ધ્યાન આપવું જોઇએ. નખ સુંદર ત્યારે દેખાય છે જ્યારે તમારી સ્કિન હેલ્ધી હોય છે. નખને સુંદર બનાવવા માટે આ સુપર હેલ્ધી ફૂડ્સને પોતાના ડાયેટમાં સામેલ કરો. જાણો, નખને સુંદર રાખવા માટે ક્યા ફૂડ્સનું સેવન કરવું જોઇએ. 

નખને હેલ્ધી રાખવા માટે ડાયેટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

કોળાની બીજ

પમ્પકીનના બીજ નખની પીળાશ અને ક્રેક થવાથી બચાવવાનું કામ કરે છે. નખને હેલ્ધી રાખવા માટે ઝિંકનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. કોળુના બીજમાં ભરપૂર પ્રમાણમાં ઝિન્ક મળી આવે છે જે હેલ્થ અને નખ માટે લાભદાયી છે. 

ઈંડાં

ઈંડાંના વાઇટ હિસ્સાને પ્રોટીનનું સૌથી ઉત્તમ સોર્સ માનવામાં આવે છે. નખને હેલ્ધી રાખવા માટે સૌથી વધારે જરૂરી છે પ્રોટીનનો ઉપયોગ, નખને હેલ્ધી રાખવા માટે તમે એગ વાઇટનો ઉપયોગ કરી શકો છો. 

દહીં 

દહીંને કેલ્શિયમનો ઉત્તમ સોર્સ માનવામાં આવે છે. દહીં સ્કિનને પોષણ આપવાની સાથે સાથે રંગતમાં સુધારો લાવવાનું કામ પણ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે નખને સાઇની બનાવવાની અને ડેડ સ્કિનને હટાવીને ગ્લો વધારવામાં મદદ કરી શકે છે. 

દાળ

નખને મજબૂત બનાવવા માટે પોતાના ડાયેટમાં દાળ સામેલ કરો. દાળ ન માત્ર તમારા નખ પરંતુ તમારા હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દાળમાં આયરન, ઝિન્ક, પ્રોટીન અને બાયોટિનના તત્ત્વ રહેલા હોય છે. 

Gujarat