નેટફ્લિકસના કર્મચારીએ પોતાની સાડા ત્રણ કરોડની જોબમાંથી આપ્યુ રિઝાઇન માત્ર એક કારણે


 

નવી દિલ્હી,તા. 7 મે 2022, મંગળવાર

 

દુનિયાભરમાં કોરો વાયરસના કારણે ઘણી મોટી મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી નીકાળી દીધા હતા. તો બીજી તરફ ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા. મજબૂરીમાં ઓછી સેલરીમાં પણ લોકો જોબ કરતા હતા. ઘણાએ બેરોજગારીનો પણ સામનો કર્યો. સમય જતાં ધીરે ધીરે લાઇફ પાટા પર પણ આવી ગઇ, પણ જો કોઇ મોટી કંપનીમાં તમને કરોડો રૂપિયાની સેલરી મળતી હોય તો તમે જોબ છોડી દો? એ પણ આવા સમયમાં?

  

હા, આવુ એક વ્યક્તિએ આવો ભારેભરખમ નિર્ણય લઇને સૌ કોઇને ચોંકાવી દીધા છે. નેટફ્લિક્સ કંપની જે પોતાના એમ્પ્લોઇને કરોડોનુ વાર્ષિક પેકેજ ઓફર કરતી હોય છે, ત્યાં કરોડો રૂપિયાની કમાણી કરી લેતો એક વ્યક્તિએ પોતાની નોકરીમાંથી અચાનક રિઝાઇન આપી દીધુ.

 

આ ઘટના છે અમેરિકામાં રહેલા માઇકલ લીનની જેણે નેટફ્લિક્સમાં એન્જીનિયરનું કામ કરતો હતો. વર્ષની સેલરી 3 કરોડથી વધુ હતુ,છતાં તેણે ઓટીટી પ્લેટફોર્મ પરથી રિઝાઇન આપી દીધુ. સોશિયલ મીડિયા પર આ વ્યક્તિએ જે કર્યું છે તેને લોકો મુર્ખામી ગણાવી રહ્યાં છે.

 

 


જોબ છોડવાનુ કારણ?

 

જોબ છોડવાનુ કારણ પણ લીને જણાવ્યુ કે, તે પોતાની લાઇફમાં બોર થઇ રહ્યો છે,જેને લઇને તે આ જોબમાંથી રિઝાઇન કરવાનો વિચાર આવ્યો. હા માત્ર આજ કારણ હતુ કે, જેને લઇને લીને પોતાની જોબમાંથી રિઝાઇન મુક્યુ છે.

 

આ સિવાય લોકડાઉનમાં જ્યારે ઘરેથી કામ કરવાનુ હતુ ત્યારે તે ખૂબ બોર થઇ ગયો હતો તેના પ્રમાણે નેટફ્લિક્સનો એક્સપીરિયન્સ કોઇ એમબીએ પ્રોગ્રામ જેવો છે, લીને ઘણુ બધુ શીખ્યુ છે, પણ તેને લાગતુ હતુ કે માત્ર તેની સેલરી વધી રહી છે પરંતૂ તેને કંઇ શીખવા નથી મળી રહ્યું.  તેણે આજ કારણે ઓફિસમાં પોતાના રોલને ચેન્જ કરવાનુ પણ કહ્યુ, પરંતૂ નેટફ્લિક્સની પોલીસીના કારણે આમ પણ ન શક્ય બન્યુ.


એપ્રિલ 2021માં પોતાના કામને લઇને સુધારવાની વોર્નિંગ પણ મળી હતી, લીને તે બાદ જ જાતે જ રિઝાઇન આપવાનો નિર્ણય લીધો. હવે તે પોતાનુ કોઇ બિઝનેસ શરુ કરવા માંગે છે.


 

City News

Sports

RECENT NEWS