For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

International Youth Day 2020 : જાણો, કેમ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ યૂથ ડે?

- વિશ્વભરમાં દર વર્ષે 12 ઓગષ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે

Updated: Aug 12th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2020, બુધવાર 

આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. દર વર્ષે વિશ્વભરમાં 12 ઓગષ્ટના દિવસે વિશ્વ યુવા દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ અવસરે વિશ્વભરના યુવાનોને તેમની ઓળખ અપાવવા અને તેમના કાર્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોના વાયરસના ફેલાતા રોકવા માટે ઓનલાઇન ઇવેન્ટ્સ દ્વારા આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વ યુવા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક, આર્થિકથી લઇને રાજકીય મુદ્દાઓ પર યુવાનોની ભાગેદારી અને તેમના વિચારો પર ચર્ચા કરવાનો છે. 

જાણો, વિશ્વ યુવા દિવસ ક્યારથી અને કેમ મનાવવામાં આવે છે?

17 ડિસેમ્બર 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેર કર્યુ હતું કે 12 ઑગષ્ટના રોજ 'ઇન્ટરનેશનલ યૂથ ડે' મનાવવામાં આવશે. પ્રથમવાર ઇન્ટરનેશનલ યૂથ ડે વર્ષ 2000માં મનાવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 1985માં ઇન્ટરનેશનલ યૂથ યર જાહેર કર્યું હતું.

કેવી રીતે મનાવવામાં આવે છે વિશ્વ યુવા દિવસ?

દર વર્ષે ઇન્ટરનેશનલ યૂથ ડે માટે સંયુક્ત રાષ્ટ્ર એક થીમ પસંદ કરે છે. આ થીમ પર આધારિત વિશ્વભરમાં કેટલાય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત યુવાનો પાસેથી તેમના વિચાર અને સલાહ પણ લેવામાં આવે છે. 

ઇન્ટરનેશનલ યૂથ ડે 2020ની થીમ

આ વર્ષે વિશ્વ યુવા દિવસની થીમ 'વૈશ્વિક કાર્ય માટે યુવાનોની ભાગેદારી' (Youth Engagement for Global Action) છે. એટલે કે ઇન્ટરનેશનલ લેવલ પર યુવાનોની ભાગેદારી માટેના તેમના આઇડીયા, નવી રીત સામે લાવવા માટેની સંસ્થાઓ અને તેમની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. 

શું હતી વર્ષ 2019ની થીમ?

વર્ષ 2019ની થીમ હતી : 'ટ્રાંસ્ફોર્મિંગ એજ્યુકેશન' (Transforming education). જેનો અર્થ છે કે યુવાનો માટે શિક્ષણને વધુ સુસંગત બનાવવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવું. 

Gujarat