આ દેશોમાં જવા વીઝાની માથાકૂટ નહી, માણો પરફેક્ટ હોલીડે
આ દેશમાં ઇન્ડિયન્સ ને મળે છે વીઝા ઓન અરાઈવલ
Updated: Jan 8th, 2023
ભારતીયો ફરવાના શોખીન હોય છે અને એમાં વિદેશમાં જવા માટે જયારે વીઝા અપ્લાય કરવાની વાત થાય ત્યારે તેની પ્રોસેસમાં ઘણો સમય નીકળી જતો હોય છે. પરતું કેટલાક એવા પણ દેશો છે જ્યાં ભારતીયો વીઝા વગર જઈ શકે છે. આ ફોરેન કન્ટ્રીમાં ઇન્ડોનેશિયા, માલદીવ્સ, ઓમાન, થાઈલેન્ડ, દુબઈ જેવા દેશોનો સમાવેશ થાય છે.
વીઝાની માટે ઘણા પેપરવર્ક અને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે. વીઝાની પ્રોસેસમાં સમય ઘણો ખર્ચાય છે. પણ અમુક દેશો છે જ્યાં જવા માટે કોઈપણ પ્રકારના વીઝાની જરૂર રહેતી નથી. વીઝા પ્રોસેસની માથાકૂટ વગર આ દેશોમાં ફરવા ગમે ત્યારે જઈ શકાય છે. તમારે માત્ર લીગલ ડોક્યુમેન્ટ જેમકે આધાર કાર્ડ, કે વોટર આઈડી સાથે રાખવું જરૂરી હોય છે.
ચાલો જાણીએ કે ક્યાં દેશમાં ભારતીયોને વીઝા અપ્લાય કરવાની જરૂર રહેતી નથી.
ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયામાં ભારતીયો વીઝા વગર ૩૦ દિવસથી વધુ હરીફરી શકે છે.
માલદિવ્સ: માલદિવ્સ બી-ટાઉન સેલ્બ્સનું હોટ ફેવરીટ હોલીડે ડેસ્ટીનેશન છે, જ્યાં અવાર-નવાર સેલ્બ્સ વેકેશન માણવા ઉપડી જતા હોય છે ત્યાં જવા માટે પણ વીઝા અપ્લાય કરવાની જરૂર રહેતી નથી.
ઓમાન: ઓમાન મિડલ ઇસ્ટનું મોસ્ટ ફેવરીટ હોલીડે સ્પોટ છે. ઓમાનએ મિડલ ઇસ્ટની સૌથી સેફ જગ્યામાં આવે છે આથી પણ ટુરિસ્ટનું પસંદગીનું સ્થળ છે.
થાઈલેન્ડ: માલદિવ્સ પછી ઇન્ડિયન્સનું બીજું હોટ ફેવરીટ ડેસ્ટીનેશન થાઈલેન્ડ છે અને ત્યાં પણ પહેલેથી વીઝા અપ્લાય કરવાની જરૂર રહેતી નથી.
કતાર: કતારએ દુબઈનું ખાસ આકર્ષણ છે, ટુરિસ્ટને દુબઈ અને કતાર બંને આકર્ષિત કરે છે. દુબઈ એ ફરવા માટે વન ઓફ ધ મોસ્ટ ફેવરીટ કન્ટ્રી છે.
શ્રીલંકા: ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં જવા માટે પણ વીઝાની જરૂર નથી. શ્રીલંકા બીચ અને કુદરતી સૌન્દર્ય માટે ખાસ પ્રખ્યાત છે. તેમ પણ તેનો આંનદ ઉઠાવી શકો છો.
મોરેશિયસ: મોરેશિયસ તેના બીચ અને કલ્ચર માટે જાણીતો દેશ છે. મોરેશિયસ ન્યૂલી મેરીડ કપલની પહેલી ચોઈસમાં આવે છે, ત્યાના અદ્ભુત સૌન્દર્ય ખરેખર રમણીય છે.
ભૂતાન: ભારતના બીજા પાડોશી દેશ ભૂતાનમાં જવા માટે પણ કોઈ વીઝાની જરૂર પડતી નથી. જોકે ભૂતાનમાં ટુરિસ્ટ પરમિટ લેવી જરૂરી છે. પ્રાકૃતિક સુંદરતા ધરાવતો ભૂતાન દેશ આગામી સપ્ટેમ્બરથી ટુરિસ્ટ માટે ફરીથી ખુલશે.
ઇન્ડોનેશિયા : ઇન્ડોનેશિયાએ હિદઅને પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલ છે.ઇન્ડોનેશિયાએ પ્રવાસીઓ માટે ફ્રેન્ડલી કન્ટ્રીમાંથી એક છે.
જ્મૈઇકા: જ્મૈઇકાએ પર્વતો અને સમુદ્રતટો માટે જાણીતો દેશ છે.
મડાગાસ્કર: મડાગાસ્કર એ ખુબ સુંદર ટાપુ છે અને ત્યાની વિશેષતા ત્યાં આવેલ વૈવિધ્ય પૂર્ણ એનિમલ લાઈફ છે, જેને માણવા લોકો દુર-દુરથી ખાસ આવે છે.
નેપાળ : ભારતનો પડોશીદેશ નેપાળ એ પર્વતારોહક માટેનો એડવેન્ચર પોઇન્ટ છે. આ ઉપરાંત પણ હિંદુ દેશ એવો નેપાળ ત્યાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોને લીધે પણ આકર્ષણનું કેન્દ્ર છે.