For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હોન્ડાની આ બાઈક થઈ 10 લાખ રૂપિયા સસ્તી, જાણો કારણ..

Updated: Apr 3rd, 2022

Article Content Image

- કંપનીએ હજુ સુધી નવી કિંમતને લઈને ઓફિશિયલ નિવેદન નથી આપ્યું પરંતુ અપડેટ પ્રાઈસ લિસ્ટ કંપનીની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે

નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2022, રવિવાર

જો તમે Hondaની CBR1000RR-R બાઈક ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. હાલમાં જ હોન્ડાએ તેમની બાઈકની કિંમતમાં 10 લાખ રૂપિયા ઘટાડી દીધા છે. હવે આ બાઈક રૂ. 23.56 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)માં ખરીદવા માટે ઉપલબ્ધ છે. કિંમત ઘટાડા મામલે આ સૌથી મોટો ઘડાડો છે. 

હોન્ડાની આ બાઈકને ભારતમાં ગયા વર્ષે જ લગભગ 33 લાખ રૂ. ની કિંમત પર લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ હજુ સુધી નવી કિંમતને લઈને ઓફિશિયલ નિવેદન નથી આપ્યું પરંતુ અપડેટ પ્રાઈસ લિસ્ટ કંપનીની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. 

આ છે કારણ

કિંમતમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ તેની વધારે કિંમતને માનવામાં આવી રહ્યું છે. કારણ કે ફાયરબ્લેડ તેની હરીફ બાઈક જેમાં કાવાસાકી ZX-10R, રૂ. 15.83 લાખ, ડુકાટી પેનિગેલ V4 રૂ. 23.50 લાખ અને અપ્રિલિયા RSV4 રૂ. 23.69 લાખમાં સામેલ છે તેના કરતા લગભગ બમણી મોંઘી હતી આ કારણોસર કંપનીએ તેનું વેચાણ વધારવા અને આ બાઈક્સને ટક્કર આપવા કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. હોન્ડાની આ બાઈકમાં પાવરફુલ 999.9cc ના 4 સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યા છે. જે 217.5bhpની શાનદાર પાવર જનરેટ કરે છે. 

હોન્ડા કાર પર મળી રહી છે શાનદાર ઑફર્સ

આ અગાઉ હોન્ડા કાર ઈન્ડિયાએ પોતાની કારો પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. હોન્ડાની જે કારો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તેમાં  City અને Amaze, WR-V SUV અને Jazz હેચબેકનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. હોન્ડા તરફથી સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર Jazz પ્રીમિયમ હેચબેક માટે આપવામાં આવી રહી છે. આ ઓફર માત્ર Jazzના પેટ્રોલ વેરિઅન્ટ પર જ લાગુ છે. આ ડિસ્કાઉન્ટ માત્ર એપ્રિલ મહિના સુધી જ છે. 

Gujarat